Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાં દર્દીઓને થતી હેરાનગતિ સામે કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

પોરબંદર તા.ર૬ : સરકારી હોસ્‍પિટલમાં ડોકટરોની બે જવાબદારીથી દર્દીઓને વધતી હેરાનગતિ સામે કોંગ્રેસના આગેવાનોઉગ્ર રજુઆત તથા આંદોલન કરવાની ચીમકી આપી છે.

ભાવસિંહજી હોસ્‍પિટલની અંદર વિજયભાઇ પ્રેમજીભાઇ લોઢારી છેલ્લા સાત દિવસથી હેરાન થઇ રહયા હોય અને સરકારી હોસ્‍પિટલનીઅંદર બે જવાબદાર ડોકટરોએ ગરીબ દર્દીઓને હેરાન પરેશાન કરતા હોય ત્‍યારે દર્દીનાસગા વાલાઓએ કોંગ્રેસના આગેવાનોનો કોન્‍ટેક કરતા તાત્‍કાલીક ડોકટરોને રજુઆત કરી આ દર્દીને તાત્‍કાલીક ઓપરેશન કરાવી આપ્‍યુ હતુ.

આ દર્દીની મુલાકાત કરી હતી અને તેમની વ્‍યથા જાણવા માટે રૂબરૂ મુલાકાત  કરી હતી અને આગામી દિવસોમાં સિવિલ સર્જન ડોકટરોને ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ચીમકી લેશો. કોંગ્રેસ  આગેવાનો રાજવીરભાઇ મોઢવાડીયા વિવેકભાઇ ઓડેદરા, આરતીબેન મોઢવાડીયા, જિલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ આપી છે.

(4:23 pm IST)