Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પોરબંદર જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ

કાકાનું અવસાન થતા મુંબઇ ગયેલ ગોસા ટુકડા (ઘેડ)ના પ૦ વર્ષના પુરૂષ પરત આવતા પોઝીટીવ રીપોર્ટ આવેલઃ જિલ્લામાં કોરાના પોઝીટીવ કેસનો આંક ૯ પહોંચ્યોઃ ૯ કેસમાંથી પ દર્દી સાજા થતા ઘેર મોકલી આપેલ

પોરબંદર,  તા., ૨૭: પોરબંદર જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવેલ છે. ગોસા ટુકડા (ઘેડ)ના પ૦ વર્ષના પુરૂષ તેના કાકાનું અવસાન થતા મુંબઇ ગયેલ અને બે દિવસ પહેલા પરત વતન આવતા રીપોર્ટ કરાવતા  કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા પોરબંદર સિવિલ હોસ્પિીટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

ગોસા ટુકડા (ઘેડ)ના પ૦ વર્ષના પુરૂષ મુંબઇથી તેમના વતન ખાનગી મીની બસમાં ૧૧ વ્યકિતઓ સાથે આવેલ ત્યારે તમામ ૧૧ વ્યકિતઓને રાણાવાવ કોરોન્ટાઇન સેન્ટરમાં રાખેલ ત્યાર બાદ તમામના સેમ્પલ લઇને જામનગર મોકલતા પ૦ વર્ષના પુરૂષનો કોરોના પોઝીટીવ આવ્યો હતો તેની સાથે રહેલ અન્ય ૧૧ વ્યકિતઓના કોરાનાના નેગેટીવ રીપોર્ટ આવેલ છે.

કોરોના પોઝીટીવ આવેલ ગોસા ટુકડાના પુરૂષને ડાયાબીટીસ બીપી અને હ્ય્દય સંબંધી બીમારી હતી. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૯ પહોંચી છે. આ ૯ કેસમાંથી પ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી ઘેર મોકલી આપેલ છે. રજા અપાયેલ દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરેલ છે. સાજા થયેલ દર્દીઓમાં ગઇકાલે પોરબંદર ઝુંડાળા વિસ્તારના કરણભાઇ મોહનભાઇ (ઉ.વ.ર૩) સાજા થતા તેમને પણ ઘેર મોકલી આપેલ છે.

(11:29 am IST)