Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જામનગરમાં વધુ 2 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા : આજે સવારના 1 સહિત કુલ 3 રીપોર્ટ પોઝીટીવ આવ્યા

ગઈકાલે કાલાવડના દંપતીનો જે પોજીટીવ રીપોર્ટ આવેલ તેના 8 વર્ષના પુત્ર અને ૩ વર્ષની પુત્રીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

જામનગર : જામનગરમાં ફરી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધવા લાગી હોય તેમ કેસો સામે આવવા લાગ્યા છે. આજે સવારે લાલપુર તાલુકાના પીપરટોડા ગામે મુંબઈથી આવેલ એક યુવતીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અત્યારે વધુ બે પોઝીટીવ કેસો સામે આવ્યા છે.

જે કેસો સામે આવ્યા છે તેમા ગઈકાલે કાલાવડના દંપતીનો જે પોઝીટીવ રીપોર્ટ આવેલ તેના 8 વર્ષના પુત્ર અને ૩ વર્ષની પુત્રીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

(4:10 pm IST)