Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઢાંકી સ્ટેશનેથી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા શાખાઓમાંથી બ્રાંચ કેનાલોમાં ૧૭૫ કયુસેક પાણી છોડાયુ

એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન : સુકી ભઠ્ઠ કેનાલોમાં નર્મદાનું પાણી વહેવા લાગતા જગતના તાતના ચહેરા મલકાયા

વઢવાણ તા. ૨૬ : ગત વર્ષે ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે ખાસ કરી ભારતમાં પણ સારા વરસાદના પગલે ગુજરાતમાં પણ સારા વરસાદનાં પગલે નર્મદા ડેમ ચોમાસા દરમ્યાન જ બેથી ત્રણ વખત ઓવરફલો બની જવા પામ્યો હતો. ગત વર્ષે ગુજરાતમાં સારા વરસાદના પગલે જિલ્લાના જળાશયો અને મુખ્ય પીવાના પાણીના  સ્ત્રોત માટેના ડેમો પણ હાલમાં પાણીથી ભરેલા છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમમાં ૧૭ ફૂટ પાણીની સપાટી છે જયારે નાયકા ડેમમાં પણ દસથી વધુ ફૂટે પાણી ઉનાળાની સીઝન દરમ્યાન પણ ભરેલું રહેવા પામ્યું છે.

સરકાર દ્વારા થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર બ્રાંચની અને કેનાલોમાં રીપેરીંગ કરવાના કારણે સૌરાષ્ટ્રની અને કેનાલમાં પાણી છોડવાનું એક માસ માટે બંધ કરવામાં આવ્યું હતું. આ બંધ કરવાના કારણે જિલ્લાના ઉભા પાકને પણ પિયત અને પાણીના અભાવના કારણે સુકાવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા ગઈકાલે ફરી એક વખત સૌરાષ્ટ્ર બ્રાંચની કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ગઇકાલે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર બ્રાંચની અને કેનાલોમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અને તે હેતુથી ગઈકાલે સરકાર દ્વારા સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના અને આખા વિશ્વના સૌથી મોટા પંપીંગ સ્ટેશન લખતર પાસે આવેલ ઢાંકી પંપીંગ સ્ટેશન ઉપરથી ગુજરાતની સૌરાષ્ટ્રની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રની કેનાલોમાં પાણી છોડવામાં આવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા નહિ સર્જાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આમ પણ ગુજરાતની ખાસ કરી સૌરાષ્ટ્રની પાણી બાબતની જીવાદોરી સમાન બની રહેલી નર્મદા કેનાલોના કારણે સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે અને ખાસ કરી ગામડાઓ સુધી પણ અત્યારે નર્મદાની કેનાલોની મારફતે પાણી પહોંચ્યું છે.

સૌરાષ્ટ્ર નહેરની મુખ્ય શાખાઓમાં ૧૭૫ કયુસેક પાણી છોડવામાં આવ્યું

સૌરાષ્ટ્ર શહેરની મુખ્ય શાખામાં ગઈકાલે વિશ્વના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકી ગામેથી ૧૭૫ કયુસેક પાણી નર્મદા બ્રાંચની સૌરાષ્ટ્ર શાખાઓમાં છોડવામાં આવતા એક માસથી ખાલી પડેલી કેનાલમાં ફરી પાણી જોવા મળતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં પણ આનંદનો માહોલ સર્જાયો હતો ત્યારે ખાસ કરી સરકાર દ્વારા પીવાના પાણી ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે તેવા હેતુથી હાલમાં કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં પાણીની સમસ્યાઓ ન સર્જાવાના સ્પષ્ટ એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધોળી ધજા અને નાયકા ડેમ બંને હાલમાં સારી એવી સપાટી પાણીની વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ જિલ્લામાં નર્મદા ની કેનાલ ના પગલે સતત ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને આ ધોળી ધજા ડેમમાંથી બોટાદ તરફની કેનાલોમાં પાણી આપવામાં આવી રહ્યું છે.

જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને પીવાના પાણીનો મુખ્ય આધાર ધોળી ધજા ડેમ છે અને આ ડેમ અત્યારે નર્મદાની કેનાલના પાણીના કારણે બે કાંઠે વહી રહ્યો છે જેના કારણે ગત ઉનાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા નહીં સર્જાવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ખાસ વાત એ છે કે પાણીનું વિતરણ વ્યવસ્થા જળવાઇ રહેતો જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની પરિસ્થિતિમાં પણ ડેમમાંથી પાણી ખૂટે તેમ નથી.

 

(12:52 pm IST)