Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પોરબંદર પાસે ગેરકાયદે ૩ ખનીજ ખાણો ઉપર દરોડાઃ પથ્થર કટીંગ મશીન સહિત ૪પ લાખનો મુદામાલ જપ્ત

પોરબંદર તા. ર૬ :.. પોરબંદરથી હર્ષદ - મીયાણી - કુછડી દરિયાઇ પટ્ટી પર ગેરકાયદે ધમધમતી ૩ ખનીજ ખાણો ઉપર ખનીજ ખાતાએ દરોડા પાડીને ગેરકાયદે ખોદકામમાં વપરાયેલ પથ્થર કટીંગના ૧૧ મશીન ટ્રક સહિત કુલ ૪પ લાખનો મુદામાલ જપ્ત કરીને લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. ગેરકાયદે ખનીજ ખાણ ચલાવનારા તમામ નાસી ગયેલ છે.

પોરબંદર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેકટર કે.બી. બાટી, ભુસ્તર શાસ્ત્રીશ્રી દવે, યોગેશભાઇ મહેતા સહિત અધિકારીઓ રાતડી અને કુછડી વચ્ચે ૩ ખનીજ ખાણો ઉપર દરોડા  પાડેલ હતાં. જેમાં  પથ્થર કટીંગના ૧૧ મશીન ર ટ્રક તથા હિટાચી મશીન સહિત કુલ ૪પ લાખનો મુદામાલ જપ્ત કરેલ છે. (પ-રપ)

(12:50 pm IST)