Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જેતપુરમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી રમેશભાઇને નિકેશ મારમારી ધમકી આપી

જેતપુર,તા.૨૬ : જેતપુરમાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારમારી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

અત્રેના ધોરાજી રોડ પર આવેલ સાધુ વાસવાની સોસાયટીમાં રહેતા રમેશભાઇ લક્ષ્મીચંદભાઇ ભાગવાણી ને જામીન તરીકે રાખી તેના ભત્રીજા કલ્પેશભાઇ ને નિકેશ રમેશભઇ ચંદનાણી (રહે જુના જકાતનાકા, સુરજવાડી વિસ્તાર) પાસેથી પાંચ ટકા એ રૂપીયા પાંચ લાખ લીધેલ જેના વ્યાજના રૂપીયા તેમણે દર મહીને આપવાના હોય કલ્પેશભાઇ ચુકવવા તેમ નક્કી થતા દર મહીને વ્યાજ ચુકવેલ ઉપરાંત અઢી લાખ રૂપીયા પણ ચુકવી દીધેલ હાલ લોક ડાઉન ચાલુ હોય તેના કારણે ધંધા રોજગાર ચાલતા ન હોય વ્યાજ સુકવવાનું બાકી હોય ગઇ કાલે બપોરે નિકેશે રમેશભાઇને ફોન કરી વ્યાજની ઉધરાણી કરેલ મુદત માંગતા તેમને કોલેજ સામે મળવા બોલાવી રૂપીયા આપવાનું કહી બળ જબરીથી ખીસ્સા ફફોરી ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપતા રમેશભાઇ ની ફરીયાદ પરથી શહેર પોલીસે નિકેશ ચંદનાણી વિરૂઘ્ધ આઇ.પી.સી. ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬ મુબજ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ. (૨૫.૭)

(12:50 pm IST)