Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કેશોદ હાઇ-વે ઉપર આખે આખો ટ્રક આગમાં ખાખ

કેશોદ તા. ર૬ : કેશોદ-જુનાગઢ હાઇવે રોડ પર ખોખરડા ફાટક પાસે કાલે સાંજે ટ્રકમાં અચાનક વિકરાળ આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. આ બનાવમાં કોઇ જાની થયેલ ન હતી.

આગ શા કારણે લાગી જે હજુ જાણવા મળ્યું નહી પણ આગ એકા એક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટા ભાગનો ટ્રક આગની લપેટમાં આવી ગયેલ હતો. માલ ભરેલ આખો ટ્રક આગમાં સ્વાહા થઇ જતા સૂત્રાપાડાથી લઇ જવાતા કેમિકલ જથ્થો ભસ્મીભૂત થઇ જતા લાખો રૂપિયાનુ નુકશાન અંદાજાઇ રહેલ છે.

(12:42 pm IST)