Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમરેલીના ધારી-બગસરા તાલુકાના ૨૬૩ આશા વર્કરોને રાશન કીટોનું વિતરણ

અમરેલી, તા.૨૬: અમરેલી જીલ્લાના તમામ ૪૯ આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ ૧ર૦૦ થી પણ વધુ આશા વર્કરોને રાશન કીટો તેમના વિસ્તારમાં જઈ પહોંચતી કરવા ડો. ભરત કાનાબાર, પી.પી. સોજીત્રા તથા તેમની ટીમના સભ્યો – જયેશ ટાંક, ચેતન રાવળ, કમલેશ ગરાણીયા, વિપુલ ભટ્ટી, નીલેષ જોષી(લાલો), દિપકભાઈ વઘાસીયા, અલ્પેશ અગ્રાવત, ભાર્ગવ કારીયા, નયનભાઈ જોષી, યોગેશભાઈ કોટેચા, તરંગભાઈ પવાર, શનિ ધાનાણી, અજયભાઈ અગ્રાવત, હરેશભાઈ સાદરાણી, નીલેશ ધાધલ, જીતુ કંડોળીયા, મિતેશ પટેલ છેલ્લા ૧૧ દિવસથી વિવિધ તાલુકાના પ્રવાસ કરી રહયા છે.

 તા. ર૧ના ગુરૂવારે ધારી તાલુકાના ગોપાલગ્રામ, ભાડેર, દલખાણીયા અને જીરા એમ ૪ પ્રા. આરોગ્ય કેન્દ્ર તથા બગસરા તાલુકાના બગસરા અર્બન હેલ્થ સેન્ટર, માવજીંજવા અને હળિયાદ એમ ૩ આરોગ્ય કેન્દ્ર તથા અમરેલી તાલુકાના વાંકીયા અને જાળીયાના ર પ્રા. આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને ૯ આરોગ્ય કેન્દ્રમાં જઈ ર૬૩ આશાવર્કરોને રાશન કીટોનું વિતરણ કર્યું હતું.

ગોપાલગ્રામ પ્રા. આરોગ્ય કેન્દ્રના આશા વર્કરોમાં કીટ વિતરણ પ્રસંગે ધારી–બગસરા પૂર્વ ધારાસભ્ય જે. વી. કાકડીયા, ચલાલા ન.પાલિકા પ્રમુખ હિંમતભાઈ દોંગા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ કારીયા, ન.પાલિકાના ઉપપ્રમુખશ્રી અનિરૂધ્ધભાઈ વાળા,જયરાજભાઈ વાળા, પુનાભાઈ રબારી, અશોકભાઈ કાથરોટીયા,મહેશભાઈ ડોબરીયા તથા કિશોરભાઈ વાડદોરીયા ઉપસ્થિત રહયા હતા.

દલખાણીયા પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે કીટ વિતરણમાં દલખાણીયાના સરપંચ હસુભાઈ સાવલીયા, ભાજપ અગ્રણી મનુભાઈ સાંગાણી તથા મેડીકલ ઓફિસર ડો. લીંબાણી ઉપસ્થિત રહયા હતા.

ભાડેર પ્રા. આરોગ્ય કેન્દ્રના આશા વર્કરો તથા જીરામાં જીરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આશા વર્કરોને કીટ વિતરણ કરાયું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જી. પંચાયત સદસ્યશ્રી ભુપતભાઈ વાળા, ધારી નગર પંચાયત પ્રમુખ  જીતુભાઈ જોષી, ધારી ભાજપ પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ઉપ. નગરપતિ જીજ્ઞેશગીરી ગોસાઈ, વેપારી અગ્રણી મુકેશભાઈ રૂપારેલીયા, કેતનભાઈ સોની, જીરાના સરપંચ અનિરૂધ્ધભાઈ વાળા, અગ્રણી ધીરૂભાઈ રબારી, જયસુખભાઈ નાકરાણી ઉપસ્થિત રહયા હતા.

વાંકીયા ખાતે ભાજપ અગ્રણી અમિતભાઈ રાદડીયા (રાણો), વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ભરતભાઈ કાનાણી, મેડીકલ ઓફીસર ડો. કીરણબેન રીબડીયા તથા જાળીયામાં અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ હીરપરા, મેડીકલ ઓફિસર ડો. અલ્પાબેન ઠાકર, સરપંચ શાંતિભાઈ પરમાર તથા ચાંદગઢના તલાટીમંત્રી પ્રશાંતભાઈ પરમાર  ઉપસ્થિત રહયા હતા.

જાળિયા ખાતે સણોસરા ગામમાં કામ કરતાં આશા વર્કર મીરાબેન ગોંડલીયાએ આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, 'જીલ્લાના આશાવર્કરોને આ સમયે રાહત પહોંચાડી ડો. કાનાબાર અને પી. પી. સોજીત્રાએ  અમારો ઉત્સાહ વધાર્યો છે. ગુજરાત રાજયમાં આ રીતે જીલ્લાના તમામ આશા વર્કરોને પ્રોત્સાહિત કોઈ દ્વારા કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.'

બગસરા અર્બન હેલ્થ સેન્ટરના આશા વર્કરોના કીટ વિતરણમાં બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.પી. રીબડીયા, નાગરિક બેંકના ચેરમેન શ્રી રશ્વિનભાઈ ડોડીયા, અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા, મનોજભાઈ મહીડા, ધીરૂભાઈ કોટડીયા, શહેર ભાજપ મહામંત્રી અને ન.પાલિકા ઉપપ્રમુખ નીતેશ ડોડીયા, હરેશભાઈ પટોળીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગોંડલીયા ઉપસ્થિત રહયા હતા. માવજીંજવા અને જુની હળિયાદ પ્રા. આરોગ્ય કેન્દ્રના કીટ વિતરણમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસીયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઈ માયાણી ઉપસ્થિત રહયા હતા. આ અગાઉ તા. ર૧ મીના ગુરૂવારે સવારે હીરામોતી ચોકમાં ડો. કાનાબાર અને પી. પી. સોજીત્રા દ્વારા અમરેલી તાલુકાના ૬૭ ગ્રામ પંચાયતના પટાવાળાઓને કીટો આપવામાં આવી હતી.

(11:44 am IST)