Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઉના મેઇન બજારમાં ટ્રાફિક જામનો પ્રશ્ન

ઉનાઃ મેઇન બજાર પોસ્ટ ઓફીસ ચોક, વાસા ચોક, સોની બઝાર, ખાઇ બઝારના નાકે, લુહાર ચોક સુધી દરરોજ સવારે ૮ થી બપોરે ૧ અને સાંજે ૪ થી ૭ ટુ વ્હીલર, રીક્ષા, રેંકડી અને ચાલીને જતા રાહદારીઓથી ટ્રાફીક જામ થઇ જાય છે. સોશ્યલ ડીસ્ટન્સનો અમલ કરાતો નથી. લોકોની ભીડ હોય છે કે એક બીજાને અડીને ચાલવું પડે છે. આ વિસ્તારમાં જાણે લોકડાઉનના જાહેરનામા જેવું કાંઇ નથી. વાહનો સામસામે આવી જતા માલવાહક રીક્ષા, રેકડીઓ સામસામે આવી જતા ટ્રાફીક જામ થાય છે. આ વિસ્તાર સવારે ૯ થી બપોરે ૧ સુધી ભારે વાહનો માટે બંધ અને અન્ય વાહનો માટે વનવે કરાય તો ટ્રાફીક જામની મુશ્કેલી હળવી થાય તેમ ટ્રાફિક પોલીસ બંદોબસ્ત સહિત પગલા લેવા માંગણી ઉઠી છે. ટ્રાફિક જામની તસ્વીર.

(11:38 am IST)