Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જામકંડોરણામાં માસ્ક ન પહેરતા દંડ વસુલાયો

જામકંડોરણા : હાલમાં કોરના વાઇરસની તકેદારીના ભાગરૂપે આ લોકડાઉનમાં માસ્ક પહેરવાની સરકારશ્રીની સુચના હોય જીલ્લા વિકાસ અધિકારી રાજકોટની સુચના મુજબ મામલતદાર ખરાડી, તાલુકા વિકાસ અધિકારી બગથરીયા તથા તાલુકા પંચાયતની ટીમ અને તલાટી મંત્રી તથા પોલીસ ટીમ દ્વારા જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે ૩ર લોકોને તેમજ જામકંડોરણા ગામે ૩૮ લોકોને માસ્ક ન પહેરવા બદલ કુલ રૂ. ૧૪૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ તેમજ ગ્રામજનોને હું કોરોના વોરીયર, માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળવા, બહાર નીકળશી તો ત્રણ ગજની દૂરી બનાવી રાખવા, ઘરમાં વૃદ્ધો, બાળકો વિગેરેની કાળજી રાખવા અને કામ સિવાય બહાર ન નીકળવાની સુચના આપી હતી. તસ્વીરમાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલવાતી થતી કાર્યવાહી નજરે પડે છે. (તસ્વીર : મનસુખભાઇ સી. બાલધા-જામકંડોરણા)

(11:37 am IST)