Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લાઠ ગામે જુગારના હાટડા ઉપર પાટણવાવ પોલીસનો દરોડોઃ સાત પતાપ્રેમી પકડાયા

લખમણ પરમાર તેની વાડીમાં જુગાર રમાડતો'તોઃ પી.એસ.આઇ. વાય. બી. રાણાની ટીમ ત્રાટકી

રાજકોટ તા. ૧૩: લાઠ ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર પાટણવાવ પોલીસે રેઇડ કરી જુગાર રમતા સાત પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

લાઠ ગામે લખમણ પરમાર પોતાની વાડીમાં બહારના માણસોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પાટણવાવના પી.એસ.આઇ. વાય. બી. રાણા તથા હેડ કો. મેહુલ સુવા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) લખમણ ભોવાનભાઇ પરમાર રહે. મજેઠી ગામ (ર) ગીરધર કાનજીભાઇ બગથરીયા રહે. તલંગણા (૩) બાવનજી મેપાભાઇ સૂતરીયા રે. ગણોદ (૪) અરજણ ભીખાભાઇ રાઠોડ રહે. ઉપલેટા ગીરનાર સોસાયટી (પ) મહીપત ગોવીંદભાઇ મકવાણા રહે. બાટવા તા. માણાવદર (૬) ડેનીશા લખમણભાઇ પરમાર રહે. મજેઠી તથા (૭) નીરવ ભરતભાઇ પરમાર રહે. મજેઠી તા. ઉપલેટા ને રોકડા રૂ. ૧૮,૪૦૦ અને મોબાઇલ મળી કુલ રૂ. રપ૯૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. (૭.ર૦)

(11:35 am IST)