Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સૌરાષ્ટ્ર -કચ્છને જોડતા સુરજબારી પુલ પાસે ભરતી નિયંત્રણ કામને અગ્રતા આપી મંજૂર કરવા માંગણી

મોરબી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી,તા.૨૬: સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે અગાઉ સૌરાષ્ટ્ર કચ્છને જોડતા સુરજબારી પુલ પાસે હડકીયા ક્રિક પર ભરતી નિયંત્રક બનાવવા રજૂઆત કરી હતી તેમજ મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અન્ય પ્રોજેકટની સરખામણીમાં ખુબ જ ઓછા ખર્ચે તેમજ જમીન સંપાદનના પ્રશ્નો વગર થઇ સકે તેવા આ પ્રોજેકટમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે આ પ્રોજેકટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છને પુરતું પાણી મળી રહે તેમ છે જો આ પ્રોજેકટને ાયોરીટીના ધોરણે જલ્દી મંજુર કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને ફાયદો થાય તેમ છે અને પાણીનો પ્રશ્ન હલ થઇ શકે છે.

આ પ્રોજેકટથી સૌની યોજનાને બારેમાસ પાણી મળી રહે તેમ છે અને સૌની યોજનામાં ફકત વરસાદના સમયમાં નર્મદાના પાણીથી ડેમ ભરવા માટે કરેલ છે તે જ યોજનામાં બારેમાસ પાણી ચાલી શકશે સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ ખેતીલાયક જમીન ત્રણ સિઝનમાં પાકો લઇ શકશે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર થશે જેથી આ પ્રોજેકટને જલ્દી મંજુર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(11:33 am IST)