Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જામકંડોરણાના રાયડીમાં સસરાના ઘરે આવેલા જમાઇને કોરોના

તેમની સાથે રહેલા પરિવારના ૧૧ સભ્યોને આઇસોલેશન કોરોન્ટાઇન કરાયા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ર૬ : રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં  ચિંતા પ્રસરી ગઇ છે.

સુરતથી સસરાના ઘરે આવેલા જમાઇને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવાયા બાદ રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે.

જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહતો, પરંતુ ગત રાત્રે તાલુકાના રાયડી ગામે એક ર૬ વર્ષિય પુરૂષનો કેસ પોઝીટીવ નોંધાતા આ તાલુકામાં પણ કોરોનાની હવે  એન્ટ્રી થઇ ચૂકી છે.

જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવેના જણાવ્યા અનુસાર રાયડી ગામે સસરાના ઘેર સુરતથી આવેલ ર૬ વર્ષીય પુરૂષ ચાર દિવસથી હોમ કોરન્ટાઇન કરેલ જેનો ગત રાત્રે રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને હેલ્થ વિભાગની ટીમે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે કોરન્ટાઇન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે.

તેમજ તેમની સાથેના ૧૧ લોકોને આઇસોલેશન કવોરન્ટાઇન કરેલ છે.

(11:33 am IST)