Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઉત્તરપ્રદેશનાં ૧૨૭૪ શ્રમિકોને વતન વાપસીઃ જુનાગઢ તંત્રની કામગીરીને બિરદાવી

જૂનાગઢ,તા.૨૬ :  જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા વધુ એક શ્રમિક ટ્રેનની વ્યવસ્થા કરી ૧૨૭૪ શ્રમિકો અને ૫૭ બાળકો સાથે માદરે વતન ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા હતા.આ વ્યવસ્થા પ્રત્યે ખુશી વ્યકત કરતાં યુપીના રામપ્રતાપે કહ્યું ક ે,લોકડાઉનથી અમે પરેશાન હતા.પરંતુ વતન જવાની વ્યવસ્થા થતા અમારી બધી પરેશાનીનો જાણે અંત આવી ગયો છે.

 શ્રમિક ટ્રેનમાં શ્રમિકો માટે ફૂડ પેકેટ પાણીની વ્યવસ્થા સહિત જરૂરી કીટ આપવામાં આવી હતી.આ વ્યવસ્થા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં મોહનપ્રતાપે કહ્યું કે,  ઘરના સભ્યોની જેમ સરકારે અમારી કાળજી લીધી છે. આ લાગણી અને પ્રેમ અમને કાયમ યાદ રહેશે. સરકારના અમો આભારી છીએ

જૂનાગઢ ખાતેથી આ શ્રમિકો કાનપુર,આગ્રા,ગોંડા અને ગોરખપુર જવા રવાના કરતાં પ્રાંત અધિકારી જવલંત રાવલ,મામલતદાર ચૌહાણ,અઘેરા,પોલીસ અધિકારીઓ સાથે રેલવે તંત્રએ શ્રમિકોને માનભેર વિદાય આપી હતી. કોરોના સમાપ્ત થતાં કર્મભૂમિ જૂનાગઢ,ગીર સોમનાથ અને પોરબંદર પરત ફરવાના કોલ સાથે વિદાયવેળાએ ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા.

            આપણાં ઘરે લગ્ન પ્રસંગ હોય તો પણ એક વર્ષ અગાઉથી તૈયારી કરવી પડતી હોય છે. એની સામે ખેતરે-ખેતરે કે અલગ-અલગ ઐાદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોને તાલુકા મથકે ત્યાંથી જિલ્લા મથકે રેલ્વે સ્ટેશને પહંચાડવા આ બધી ખુબ કપરી કામગીરી છે. શ્રમિકોના નાના બાળકો તેમનો સામાન જયા કામ કરતા હોય ત્યાં લોકો સાથે નાણાકીય વ્યવહાર હિસાબ-કીતાબ આ બધુ પુરૂ કરવુ. શ્રમિકોનાં પરસેવાની  પાઈ-પાઇ તેમને ચુકવવી આ બધુ પત્યા પછી પણ વતનમાં જતા રસ્તામાં ભોજન પાણીની વ્યવસ્થા આ તમામ જવાબદારી જિલ્લા પ્રશાસને પાર પાડી છે.

  શ્રમિકોના સ્થળાંતર માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર, મામલતદાર, કોઇ ગામનાં તલાટી, સરપંચ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કર્મચારીઓ હોય કે મેડીકલ ચેકઅપ કરતો આરોગ્યનો કાર્યકર તેમણે દિવસ રાત એક કર્યા છે. શ્રમિકોને સુખરૂપ વતન વાપસી માટે તેમને કોરોનાં સંક્રમીત થવાનો ડર હશે. પરંતુ આ બધા લોકોને તેમની ફરજ જવાબદારી બખુબી નીભાવી છે. આ બધા કોરનાં વોરીયર્સ છે.

સંકલન :

અર્જુન પરમાર

માહિતી બ્યુરો જુનાગઢ

(11:32 am IST)