Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભાયાવદરમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત

મોટી પાનેલીમાં કરિયાવર, ઘરકામ બાબતે ત્રાસ આપતા સાસરીયા સામે ફરીયાદ

 ઉપલેટા, તા. ર૬ :  ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે સિનેમા રોડ ઉપર રહેતા યુવાનને તેમના પિતાએ કામ બાબતે ઠાપકો આપતા લાગી આવતા તેમના ઘરે ગળેફાંસોને આપઘાત કરતા મોત થયેલ છે.

ભાયાવદરના ચંદુભાઇ ગભરૂભાઇ પરમારના પુત્ર અજયભાઇ ચંદુભાઇ પરમાર (ઉ.વ.રપ) વાળાએ આપઘાત કરતા મોત થયેલ છે. મરનાર યુવાની ડેડબોડી ભાયાવદર સરકારી હોસ્પિટલમાં આવતા ફરજ ઉપરના ડોકટર એ પોલીસમાં જાહેર કરતા પોલીસે ગુનોદાખલ કરીને વધુ તપાસ પો. જ.ડી.ડી. જાડેજા એ હાથ ધરેલ છે.

પરિણીતાને ત્રાસ

મોટી પાનેલી ગામે લોહાણા સમાજ પાસે રહેતી કોળી પરિણિતાને પતિ, સસરા, સાસુએ ઘરકામ, કરીયાવર બાબતે બોલાચાલી કરીને ત્રાસ આપી ને કાઢી મુકતા ૩ સામે ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ કરતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે.

આ અંગે વિગત એવા પ્રકારની છે. મોટી પાનેલી ગામે રહેતી મિતલબેન અમીતભાઇ પરમારએ તેમના પતિ અમીત શામજીભાઇ પરમાર, શામજીભાઇ ગોકળભાઇ પરમાર (સસરા) હંસાબેન શામજીભાઇ પરમાર (સાસુ) સામે ફરીયાદ કરેલ છે. વધુ તપાસ પો. જ. એમ.કે. રંગપુરા એ હાથ ધરેલ છે.

ખારસીયામાં સગીરાના અપહરણના આરોપીની ધરપકડ

જામજોધપુર તાલુકાના પાટણ ગામે રહેતી સગીરા તેમના મોટાબેન ઘરે આવેલ હતી ત્યારે કોળી સુરેશ ઉર્ફે કેશુ સાદુલ ગોવળ રે. પાટણ વારાની ભાયાવદર પોલીસમાં ગુનો દાખલ થયેલ હતો જેનો આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ આરોપી સામે પોકસોનો ગુનો દાખલ કરેલ હતો

(11:31 am IST)