Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જુનાગઢ પોલીસે રમજાન ઇદ નિમિત્તે બે કેન્સરગ્રસ્ત મહિલાઓને રાશનકીટ આપી

સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે

જુનાગઢ,તા.૨૬ : જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીઆને કપરા સંજોગોમાં ટૂંકા સમયમાં સારવાર કરવવા તથા રમઝાન ઈદની ઉજવણી કરાવવાના કારણે, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નભાવી પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યુ હતું.

પ્રાપ્ત માહીતી મુજબ જૂનાગઢ શહેરના નાથીબુ મસ્જિદ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા અમીનાબેન યુનુસભાઈ આમદાણી રહે. નાથીબુ મસ્જિદ પાસે, જુનાગઢ (મો. : ૭૨૨૬૦ ૬૨૫૯૧) તથા ઝમીલાબેન નુરમામદ વડોદિયા રહે. મેમણ વાડા, મસ્જિદ પાસે, જૂનાગઢ (મો.:  ૯૮૨૫૭ ૫૩૭૮૧) ની લોક ડાઉન દરમિયાન કેન્સરની સારવાર જૂનાગઢ પોલીસ દ્વારા કરાવી આપવામાં આવેલ હતી. જે બને કેન્સર ગ્રસ્ત મહિલા લોક ડાઉન પરિસ્થિતિ અને પોતાની આર્થિક સ્થિતિના કારણે સારવારથી વંચિત રહી ના જાય એ માટે જૂનાગઢ પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી મદદ કરવામાં આવેલ હતી.  રમઝાન ઇદનો તહેવાર હોઈ, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજય ગઢવી, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા બને કેન્સર ગ્રસ્ત મહિલા ઓ ઝામિલાબેન તથા અમીનાબેનને અનાજ કરિયાણાની કીટ મોકલી, રમઝાન ઇદની ઉજવણી કરાવવામાં આવેલ હોઈ, બંને કેન્સર ગ્રસ્ત મહિલાઓ તથા મુસ્લિમ પરિવારો જૂનાગઢ પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી ભાવ વિભોર થયેલ હતા અને આભારની લાગણી વ્યકત કરેલ હતી.

પોલીસ દ્વારા પણ રમઝાન માસ દરમિયાન કેન્સર ગ્રસ્ત મહિલાઓની સારવાર કરાવી આપવાની સેવા સાથે ઇદની પણ ઉજવણી કરાવી, એ જ જુનાગઢ પોલીસ માટે રોઝા હોવાનું જણાવી, પોતાની ફરજ અદા કર્યાની બાબત જણાવી, સંતોષની લાગણી પણ વ્યકત કરવામાં આવેલ હતી.

(11:27 am IST)