Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગૌરક્ષકો ઉપર ફરિયાદના વિરોધમાં ગોંડલમાં સ્વયંભૂ બંધ

નાની બજાર, જેલ ચોક, બસ સ્ટેન્ડ ગુંદાળા દરવાજા સહિતનાં વિસ્તારો સુમસામઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગોંડલઃ ગૌરક્ષકો ઉપરની પોલીસ ફરિયાદના વિરોધમાં આજે ગોંડલ સજ્જડ બંધ રહ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  (તસ્વીર-ભાવેશ ભોજાણી.ગોંડલ)

ગોંડલ,તા.૨૬: શહેરમાં ગત શનિવારની રાત્રે પશુધનને કતલખાને લઇ જવાતા હોય તેણે ગૌ સેવક દ્વારા અટકાવવા જતાં બે જૂથ વચ્ચે સર્જાયેલી બબાલના પગલે પોલીસ દ્વારા બન્ને જૂથ વિરુદ્ઘ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ હિંદુ ઉત્સવ સમિતિ વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું હોય શહેર સ્વયંભુ બંધમાં જોડાયું હતું જયારે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા રાત્રિના મોડેમોડે યાર્ડ ચાલુ રહેવા ની જાહેરાત કરાઈ હોય પરંતુ યાર્ડના શ્રમિકો દ્વારા કામ હાથ ન ધરાતા સરકારી ખરીદી સિવાયની તમામ હરરાજી બંધ રહેવા પામી હતી.

શહેરની નાની-મોટી બજાર ગુંદાળા રોડ બસ સ્ટેન્ડ રોડ વિક્રમસિંહ કોમ્પ્લેકસ કૈલાશ કોમ્પલેક્ષ જેલચોક માંડવી ચોક સહિતની બજારો સ્વયંભૂ બંધ રહી હતી અલબત્ત્। પોલીસ તંત્ર દ્વારા જ ગતરાત્રીના જ શહેરમાં ધાડેધાડા ઉતારી આપવામાં આવ્યા હતા રાત્રીનાં ગૌરક્ષક ગોપાલભાઈ ટોળીયા, યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપને વિજયભાઈ જાદવ પૃથ્વીભાઈ જોશી સહિતનાઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારની રાત્રે બે જૂથ વચ્ચે તકરાર સર્જાયા બાદ પીએસઆઇ બી એલ ઝાલા એ ફરીયાદી બની બે અજાણ્યા ટોળા વિરુદ્ઘ રાયોટિંગ સહિત ૧૪૭, ૧૪૬, ૩૩૭, ૪૨૭, ૨૭૯, ૧૮૮ GP એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી

સોયબ અલાણભાઇ ખીરાણી રહે.ગોંડલ ઘોઘાવદર રોડ સરગમપાર્ક , ગુલામ મુસ્તુફા ઉર્ફે શાહરૂખ અનવરભાઇ બાંજા રહે. ભગવતપરા બરકાતીપરાના ખાડામાં, નાશીરભાઇ ડાડાભાઇ ખીરાણી ઉ.વ.૨૮ પાંજરાપોળ મતવાના ઢોરે, સીકંદરભાઇ ઉર્ફે સકલો શાબીરભાઇ પંજા ઉ.વ.૨૩ ધ ઘોઘાવદર રોડ વાલ્મીકી વાસ, શાહરૂખભાઇ સલીમભાઇ મુળીમા ઉ.વ.૨૦, ભગવતપરા ગેઇટવાળી શેરી ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બીજી તરફ પોલીસ પ્રશાસન દ્વારા ગૌસેવકો ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી હિન્દૂ ઉત્સવ સમિતી, વિશ્ર હિન્દુ પરિષદ, બજરંગ દળ સહીત નાં સંગઠનો તથાં વેપારી મંડળો એ સમથઁન જાહેર કરી આવતીકાલે ગોંડલ બંધનું એલાન આપવમાં આવ્યું છે જેની સામે નાયબ પોલીસ અધિકક્ષ પ્રતિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતુ કે પોલીસ નિષ્પક્ષ તટસ્થ તપાસ કરી રહી છે .તેમ છતાં બંધ નું એલાન અપાયું છેઙ્ગ ઙ્ગજો કોઈઙ્ગ દ્વારા મંગળવારે બળજબરી પૂર્વક શહેરને બંધ કરવામાં આવશે તો તેઓના વિરુદ્ઘ પણ કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.

ગોંડલ બંધના એલાનના પગલે શહેર ભરમાં ગરમાવો વ્યાપ્યો છે.

બોટાદ સમર્થન

ગોંડલ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ગોંડલ બંધ ના એલાનને ગૌરક્ષા સમિતિ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજય ના ઉપાધ્યક્ષ અને વિશ્વ સનાતન ધર્મ પરીષદના અધ્યક્ષ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને ઈન્ટરનેશનલ જૈન પેગંમ ફાઉન્ડેશન ના ગુજરાત પ્રદેશ પ્રભારી અને સુર્યસેના સુપ્રિમો અને શિવસેના ભાવનગર જિલ્લા ઉપાધ્યક્ષ બોટાદ જિલ્લા પ્રમુખ અને બોટાદ કાઠી ક્ષત્રિય સેના ના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને ઉપરોકત તમામ સંગઠનો સંસ્થાઓનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.

ગોંડલ બંધના એલાનના પગલે માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહેશે

ગોંડલ,તા.૨૬: માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા એ યાદીમાં જણાવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા ગોંડલ બંધનું એલાન આપેલ છે. જેથી આજે મંગળવાર ના રોજ ગોંડલ માર્કેટ યાર્ડનુ કામકાજ બંધ રહેશે. જેથી ખેડૂત ભાઈઓએ મંગળવારે માલ ભરીને લાવવો નહીં મંગળવારે રાત્રીનાં માલ ભરીને લાવવાનો રહેશે તેમજ સરકારી ખરીદી રાબેતા મુજબ શરૂ રહેશે.

(11:23 am IST)