Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જામકંડોરણા તાલુકામાં કોરોનાની એન્ટ્રી રાયડી ગામે એક કેસ પોઝીટીવ નોંધાયો : સુરતથી સસરાના ઘરે હવે યુવક ઝપટે

જામકંડોરણા : તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહતો પરંતુ ગત રાત્રે તાલુકાના રાયડી ગામે એક ૨૬ વષિય પુરૂષનો કેસ પોઝીટીવ નોંધાતા આ તાલુકામા પણ કોરોનાની હવે કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવેના જણાવ્યા અનુસાર રાયડી ગામે સસરાના ધેર સુરતથી આવેલ ૨૬ વષિય પુરુષ ચાર દિવસથી હોમ કોરનટાઈન કરેલ જેનો ગત રાત્રે રીપોટૅ પોઝીટીવ આવતા તેમને હેલ્થ વિભાગની ટીમે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે કોરનટાઈન વોડૅમા દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમની સાથેના ૧૧ લોકોને આઈશોલેશન કવોરનટાઈન કરેલ છે

(10:20 am IST)