Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભજીયાનો સ્વાદ જેમ ચટણી વગર અધુરો તેમ

વિછીયામાં તમાકુ પ્રેમીઓને ચુના વગર જામતું નહોતું: જેવો ચુનો આવ્યોને ચપોચપ વેચાઇ ગયો!!

ચુનો ખરીદવા વ્યસનીઓએ સોશ્યલ ડીસ્ટન્સની પણ કરી એસીતેસી જરૂર કરતા અનેકગણા તમાકુના પાઉચ ખરીદી લીધા!!

 વિંછીયા, તા.૨૬: અહીં વિંછીયામાં બે માસના લોકડાઉનથી પાન-માવા ફાકીમાં અતિ જરૂરી એવા ચુનાની અછત પ્રવર્તતી હતી!!

તમાકુ પ્રેમીઓ એવા વ્યસનીઓને ચુના- વગર ગમતું ન હતું. ચટણી વગરના ભજીયા જેવી હાલત થઇ હતી!! ધૂમ કાળા બજારમાંય ચુનો મળવો મુશ્કેલ હતો.

તેવામાં રવિવારે એક ટેમ્પો ભરીને ચુનો આવતા અને લોકો બંધાણીઓને ખબર પડી કે ચુનો આવ્યો છે. લોકો દોડયા... ભીડ જામી...

જોત જોતામાં લોકોએ એક એક બોરો ચુનો ખરીદી લીધો.. વેપારીનો માલ તેની દુકાને પહોંચે તે પહેલા મોટા ભાગનો ચુનો વેચાઇ ગયો...

સાથે સામાજિક અંતરના ધજાગરા થયા. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

ટુંકમાં વ્યસનીઓને મોંઘવારી નથી નડતી!!

(9:46 am IST)