Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વિંછીયામાં મહારકતદાનમાં ૧૬૦ બોટલ રકતનું દાન મળ્યું

વિંછીયા, તા.૨૬: થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, કેન્સર અને કીડનીના દર્દીઓ સહિતનાને જરૂરી લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર ગૃપ-રાજકોટના સંયુકત ઉપક્રમે અહીં વિંછીયામાં રકતદાન કેમ્પ યોજાતા ૧૬૦ બોટલ લોહી એકઠુ થયુ હતું.

આ તકે વિંછીયા તાલુકામાં આરોગ્ય વિભાગમાં M.P.W. તરીકે ફરજ બજાવતા નિલમ ગામી તે ૫૧મી વખત રકતદાન કરવાની સિધ્ધી પ્રાપ્ત કરી હતી.

કાર્યક્રમમાં ધારેશ્વર મંદિરના કનૈયા બાપૂ, અનીલભાઇ બરછા, ડો.મકાણી, ભૂપત કેરાળીયા તથા વિંછીયાના પી.એસ.આઇ.જોષી વિંછીયા કોર્ટના જજ જિનલબેન એ હાજર રહી દાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(9:47 am IST)