Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ગોંડલ પાસે ત્રિપલ અકસ્માતઃ બે ને ઇજા

ગોંડલઃ વિરપુર નેશનલ હાઇવે પર ગોમટા ચોકડી પાસે આજે સવારે ટ્રક બોલેરો તથા જીપ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા બોલેરોમાં બેઠેલા જયેશ ઉકાભાઇ સરવૈયા (ઉ.ર૪) રે. તાલોદર તા. જામકંડોરણા તથા સતીષ પરવાલાને ઇજા થતા ૧૦૮ મારફત ગોંડલ હોસ્પીટમાં ખસેડાયા હતા. ત્રિપલ અકસ્માતના પગલે ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:36 am IST)
  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST

  • અભિનેતા કરણ ઓબેરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો ;પીડિત મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ :મુંબઈ પોલીસે કહ્યું જો જરૂર જણાયે પીડિતાને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે access_time 1:23 am IST

  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST