Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પોરબંદરમાં પવિત્ર પરસોતમ માસ અને રમઝાન મહિનામાં ફરવા નીકળેલ કોઇ યુવતીની અજાણ્‍યા મુસ્‍લીમ શખ્‍સે છેડતી કરતા મામલો બીચકયો : પોલીસ ઘટના સ્‍થળે દોડી :  પોલીસને લાઠીચાર્જ કરવા પડ્યો : પોલીસ ઉપર પથ્‍થરમારા થયાનું જાણવા મળે છે

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : પોરબંદરમાં બંદર ચોકી નજીક આજે પરસોત્તમ માસ અને રમઝાન માસ ચાલતો હોય ત્‍યાંરે કોર્ટે ફરવા નીકળેલી કોઇ યુવતીની મુસ્‍લીમ શખ્‍સે છેડતી કરતા બે કોમનાં જૂથ વચ્‍ચે જોરદાર બોલાચાલી થઇ હોવાનું જાણવા મળેલ છે.

પોલીસને જાણ થતાંજ પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો, પરંતુ પોલીસને મામલો થાળે પાડવા હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. તો સામે પોલીસ ઉપર પણ પથ્‍થરમાર થયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત આ ઘટના દરમિયાન એક હોમગાર્ડ જવાનનું સ્‍કુટર પણ સળગાવી દેવામાં આવ્‍યું હોવાનું જાણવા મળે છે.

 

(1:11 am IST)