Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગાંધીનગરમાં સત્તાધીશોએ સાંભળ્યા પ્રશ્નો.. એસટીના કર્મચારીઓની વિવિધ માંગણી પૂર્ણ થવાની આશા

ગુજરાત એસ.ટી.મઝદૂર મહાસંઘ, એસ.ટી.કર્મચારી મહામંડળ, મજૂર મહાજનની સંકલન સમિતિમાં ચર્ચા-વિચારણા

જૂનાગઢ, તા.૨૭: ગાંધીનગર ખાતે ગુજરાત, એસ.ટી મઝદૂર મહાસંઘ એસ.ટી. કર્મચારી મહામંડળ અને મજૂર મહાજનની બનેલી સંકલન સમિતિના મુખ્ય પદાધિકારીઓની બેઠક વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને તેમજ મંત્રી ઇશ્વરસિંહ પટેલ (રાજય કક્ષાના મંત્રી) એસ.ટી. નિગમના એમ ડી. સોનલબેન મિશ્રા અને સચિવોની ઉપસ્થિતિમાં મળી હતી.

જેમાં કર્મચારીના સાતમા વેતન પંચની માંગણી, કામદારોના આશ્રિત કેસોમાં સરકારના ધારા ધોરણ મુજબ આર્થિક પેકેજ આપવાની માંગણી, જી.પી.એસ.સીસ્ટમમાં ડ્રાઇવર કંડકટરને જવાબદાર ન ગણવા, વોલ્વો પોતાની માલિકીના જ ખરીદવા, આઉટસોર્સિગ બંધ કરવું, જોઇન્ટ કમીટીની કાયમી ધોરણે રચના કરવી ડ્રાઇવર કંડકટરને વર્ગ-૩માં  નો લાભ આપવો, રોડ ઉપર ફરતી ૧૪૦૦ એસ.ટીના વાહનો સ્ક્રેપ ઓવરેજ કી.મી. ચાલતા ડ્રાઇવર કંડકટરને ભારોભાર નુકશાન તેમજ અકસ્માતોથી થતી જાનહાની અટકાવવા જૂન ૨૦૧૮ સુધીમાં ૧૨પ નવી ગાડીઓ લાવી રોડ ઉપર મુકવા સહિતના મુદે ચર્ચાની વિચારણા થઇ હતી.

સાથે સાથે એસ.ટીના ડ્રાઇવર કંડકટરના વર્ષ ૨૦૦૬ થી અને મીકેનીકના ૨૦૦પ થી બાકી ગણવેશ આપવા સાથે જ ( સંગઠનોએ કાયદાની જોગવાઇઓ અનુસાર કર્મચારીઓના ભથ્થાઓ અન્ય સગવડોને સવલતો માટે ચર્ચા કરી જોઇન્ટ કમિટીમાં ચર્ચા કરી હતી. એવી જ રીતે નિગમમાં ફરજ બનાવતા તમામ કેટેગરીના ફિકસ પગારના કર્મચારીઓને રાજય સરકારના ધોરણે ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી અમલ કરીને પગાર ભથ્થાઓ આપવા પણ માંગણી કરાઇ હોવાનું વી.આર. વાછાણીની યાદીમાં જણાવાયું છે.(૨૩.૧૦)

 

 

(12:41 pm IST)