Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કરજ ચડી જતા યુવાને ગળફાંસો ખાધો

જામનગર તા. ૨૬ : અહીં ઘેલુભાઈ માડમના મકાન પાસે રહેતા સીતાબેન ભરતભાઈ ખોડાભાઈ વાળા, ઉ.વ.ર૪ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, ભરતભાઈ ખોડાભાઈ વાળા ઉ.વ.રપ, રે. ઘેલુભાઈ માડમના મકાન પાસે, જામનગરવાળા તેની શેરીમાં રહેતા બાબીબેન તથા તેના પતિ પાસેથી નાણા લીધેલ હતા. જેથી ભોગ બનનાર ભરતભાઈ માથે કરજ ચડી જતા તેઓએ પોતાના ઘરે બાથરૂમમાં લાકડાના આડશમાં ગળાફાંસો ખાઈ લીધેલ હતો જેથી મરણ ગયેલ જાહેર કરેલ છે.

ઘર ખાલી કરાવવા માટે માર માર્યાની રાવ

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મેમુનબેન કાસમભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, કુંભારવાડો, મોતીવારા, મહેમદશાહ બાજીગર પાન સામે આવેલ પોતાના ઘરે હાજર હતા. ત્યારે રઝીયાબેન સતારભાઈ બેલીમ, સતારભાઈ બેલીમ ઓ ઘરે આવી તેમના સાસુનો ચાલીસો હોય જેના ખર્ચના પૈસા તુ કેમ નથી આપતી તેમ કહી ગંદી ગાળો આપી તથા ફરીયાદી મેમુનબેનને ઘર ખાલી નહી કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સતારભાઈ બેલીમ ના ઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી મેમુનબેનને માથાના ડાબી બાજુના કપળના ભાગે લાકડાના ધોકા વડે એક ઘા મારી ઈજા કરી ફરીયાદી મેમુનબેનના ઘરે ગૃહ પ્રવેશ કરી તથા એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ચલણી નોટો વડે જુગાર

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગરાજસિંહ પ્રવીણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ – ૪૯, કામણીયા વાસ, જામનગરમાં  દિનેશ કરશનભાઈ ચૌહાણ, વિજય પ્રભુભાઈ ચૌહાણ રે. જામનગરવાળા જાહેરમાં રૂ. ૧ર૯૦ મળી આવતા પકડાઈ જતા ગુનો કરેલ છે.

(12:39 pm IST)