Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જામનગરમાં રસ્તા રોકીને પોલીસ ઉપર પથ્થરમારો કરનાર ટોળા સામે ગુન્હો

જામનગર તા. ૨૬ : સીટી બી ડિવિઝન પોલસ મથકના ડી.વી.સાગઠીયાએ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર રંગમતી નદીના પટમાં નદી સફાઈનું કામ સરકારશ્રી દ્વારા ચાલુ હોય જે કામથી આરોપીઓને સંતોષ ના હોય જેથી આ કામને અટકાવવા માટે વિરોધ કરવા ભેગા થઈ અને આરોપી દેવશી ધુલીયાએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા તેને ફરજ પરના ફરીયાદી ડી.વી.સાગઠીયા તથા પોલીસ સ્ટાફે અટકાવી સરકારી બોલેરો જીપમાં બેસાડતા આ કામેના આરોપીઓ દેવશી ધુલીયા, દેવશીભાઈની પત્નિ બાલુબેન, કોર્પોરેટર નયનાબેન ખેંગારભાઈ ચાવડા, વિજય ખેંગારભાઈ ચાવડા, રાજ ખેંગારભાઈ ચાવડા, ખેંગારભાઈ ચાવડા તથા તેની સાથેના આશરે સોએક માણસોના ટોળાએ બોલેરો જીપનો ઘેરાવ કરી ગાડીમાં નુકશાન કરી ફરીયાદીને ઈજાઓ કરી ગુન્હો કરેલ છે.

એસ.ઓ.જી. શાખાની જીપ ચલાવતા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડી.જી. ત્રિવેદીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. રપ ના રોજ નાગનાથ ગેઈટ સર્કલ પાસે આ કામેના આરોપીઓ નયનાબેન ખેંગારભાઈ ચાવડા (કોર્પોરેટર), વિજય ખેંગારભાઈ, રાજ ખેંગારભાઈ તથા તેની સાથેના આશરે સોએક માણસોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી રસ્તો રોકતા હોય જેથી કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ફરીયાદી તેમજ સાહેદો સાથે સરકારી વાહન સુમો જી.જે.૧૦–જીએ–૦૦ર૬ લઈ નાગનાથ ગેઈટ સર્કલ પાસે પહોંચતા આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરીયાદી તેમજ સાહેદોને નિશાન બનાવી પથ્થરો વાળવાથી મોત થઈ શકે તેવું જાણતા હોવા છતા જાણી જોઈને સતત છુટા પથ્થરોના ઘા ફરીયાદીને છાતીના ભાગે મારી ઈજા કરી સરકારી વાહન ને નુકશાન કરી ગુન્હો કરેલ છે.

બે માસુમ બાળકોના મોત

અહીં જામનગર સાધના કોલોનીમાં રહેતો એક બાવાજી પરિવાર પોતાની જ ઓટો રીક્ષામાં બેસીને પરસોતમ મહિનાની અગીયારસનો તહેવાર હોવાથી એક ધાર્મિક સ્થળે લાલપુર નજીક દર્શનાર્થે ગયા હતા જે રીક્ષામાં બાવાજી પરીવારના મેહુલભાઈ ગોસ્વામી તેમના પત્ની સેજલબેન, વૃઘ્ધ માતા કંચનબેન ગોસ્વામી (ઉ.વ.પ૦) અને મેહુલભાઈના બે સંતાનો યશ્વી મેહુલભાઈ (ઉ.વ.૭) અને ભવ્ય મેહુલભાઈ (ઉ.વ.૪) વિગેરે રીક્ષામાં બેસીને દર્શનાર્થે ગયા હતા. જેઓ દર્શન કરીને જામનગર પરત ફરી રભ હતા તે દરમ્યાન રાત્રીના આઠ વાગ્યાના અરસામ રકકા ખટીયા ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ વેગે એક ફોરવ્હીલના ચાલકે ટકકર મારી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને રીક્ષા પડીકુ વળી ગઈ હતી જે ગમખ્વાર અકસ્માતમાં બે માસુમ બાળકો યશ્વી અને ભવ્યના ઘટના સ્થળે જ મૃત્યું નિપજયા હતા જયારે કંચનબેન ગોસ્વામી (ઉ.વ.પ૦) ને ગંભીર ઈજાઓ થઈ હતી જેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા રીક્ષાચાલક મેહુલભાઈ અને તેમના પત્ની સેજલબેનને માત્ર ઈજા જ થઈ હતી આ ગમખ્વાર અકસ્માતના બનાવથી બાવાજી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતું બંન્ને માસુમ બાળકોના મૃતદેહ જોઈને માતાપિતા ભાંગી પડયા હતા પોલીસે આ અકસ્માતના બનાવ અંગે આગળ તપાસ હાથ ધરી મૃતદેહોના પોસ્ટમાર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૧૬)

(12:39 pm IST)
  • આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થશે : પરિણામ સરળતાથી જોઇ શકાય તે માટે ગુગલ સાથે કર્યું CBSEએ જોડાણ : ગુગલ પરથી વિદ્યાર્થીઓ જોઇ શકશે પોતાનું પરિણામ : cbse.examresults.net, cbseresults.nic.in, results.nic.in and results.gov.in વેબસાઈટસ પરથી પરિણામ જાણી શકાશે access_time 6:56 pm IST

  • ભાવનગર જિલ્લાના મહુવામાં ૪૪ સીસીટીવી કેમેરા ગોઠવાશેઃ શહેર ઉપર બાજનઝર રખાશેઃ ૫મી જૂને પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ access_time 2:32 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST