Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અમરેલી જીલ્લાના બગસરા જુની હળીયાદ-જાળીયા તથા સાતલડી નદી પર જળસંચય અભિયાન વેગવાન

કૃષિ ગ્રામ વિકાસ મંત્રી ફળદુએ સ્થળ નિરીક્ષણ કરી કામગીરીને બિરદાવી

અમરેલી જીલ્લામાં બગસરાના જુની હળિયાદ જાળીયા તથા સાતલડી નદી પર ચાલતા જળ સંગ્રહ અભિયાનના કામોની સ્થળ પર મુલાકાત લઇ સમીતી પ્રભારી મંત્રીશ્રી આર.સી.ફળદુએ કરેલ તે પ્રંસગની તસ્વીર

અમરેલી, તા.૨પઃ કૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ, બગસરાના જુની હળિયાદ ગામે સુુજલા સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

         મંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે,  વિકાસની વણથંભી યાત્રામાં જળસંગ્રહને અગ્રતા આપીને રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા સર્વાંગી ફાયદો થશે.

 રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. રાજયમાં ચાલતા આ જળ અભિયાનને ઠેર-ઠેર પ્રતિસાદ મળી રહ્યાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જળ અભિયાનમાં આર્થિક સહયોગ અને શ્રમદાન કરનાર દાતાશ્રીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા કહ્યું કે, આરોગ્ય અને શિક્ષણની સાથોસાથ આવનારા સમયમાં જળમંદિરની આવશ્યકતા છે. ગ્રામ્ય વિસ્તારને સધ્ધર બનાવવામાં સુજલામ સુફલામ જળ અભિયાન થકી થયેલા જળસંગ્રહના કામોની ભૂમિકા મહત્વની રહેશે.

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરાએ કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના કાર્યો હાથ ધરી જમીનમાં પાણીનું સ્તર ઉંચું લાવવામાં સફળતા મળશે. પીવાના પાણી-સિંચાઇ માટેના પાણીના પ્રશ્નોનું નિવારણ થશે.

આ પ્રસંગે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આર્થિક અને શ્રમદાન થકી સહયોગ આપનાર દાતાશ્રીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જુની હળિયાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી પ્રશાંત ભીંડીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. 

કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વદ્યાસીયા, પ્રાંત અધિકારીશ્રી આર.કે. ઓઝા, નાયબ પશુપાલન નિયામકશ્રી નરોડીયા, મદદનીશ બાગાયત નિયામકશ્રી વાળા, સુરતના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, અગ્રણી સર્વશ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી ધીરુભાઇ માયાણી, શ્રી રમેશભાઇ સતાસીયા, શ્રી દેવરાજભાઇ ભુવા, શ્રી દેવચંદભાઇ સાવલીયા, તલાટી મંત્રીશ્રી અવનિબેન સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જાળીયામાં સુજલામ સુફલામ જળ અભિયાન

અમરેલીઃ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ, અમરેલીના જાળીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

         આ પ્રસંગે આર.સી. ફળદુએ કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવાનો છે. વરસાદી પાણીનો જેટલો સંગ્રહ થાય તે આગામી સમયમાં ફળદાયી નિવડશે.

         મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે વાર્તાલાપ કરતા કહ્યું કે, જળ અભિયાનના માધ્યમથી ઉપયોગી સામાજિક કાર્ય થઇ રહ્યું છે ત્યારે ધાર્મિક-સામાજિક સંસ્થા તેમજ વ્યકિતગત દાતાશ્રીઓનો સહકાર નોંધનીય છે. દાતાશ્રીઓએ સામાજિક કાર્યમાં સહભાગી બની સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવ્યું છે.

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા વિકાસકાર્યો આજે જ નહિ પણ આવનારા સમય માટે પણ ઉપયોગી થવાના છે. જળ છે તો જીવન છે, જળસંગ્રહ માટેની પ્રવૃત્ત્િ। થકી જળસંગ્રહ ઉપરાંત બીજા પણ ફાયદાઓ થશે.

 બગસરામાં સાતલડી નદી ઉંડા ઉતારવાની કામગીરી શરૂ

જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, બગસરાની મુલાકાત લીધી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન તળે બગસરાની સાતલડી નદી ઉંડી ઉતારવાની કામગીરી શરૂ છે ત્યારે મંત્રીશ્રીએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

આ પ્રસંગે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વદ્યાસીયા, પ્રાંત અધિકારીશ્રી આર.કે. ઓઝા, નાયબ પશુપાલન નિયામકશ્રી નરોડીયા, મદદનીશ બાગાયત નિયામકશ્રી વાળા, સુરતના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી નિતેષભાઇ ડોડીયા, શ્રી હરેશભાઇ રંગાડીયા, શ્રી રાજુભાઇ ગીડા, શ્રી પ્રશાંત ભીંડી, શ્રી એચ.આર. શેખવા સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)
  • સુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST