Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જૂનાગઢ નજીક ગૌશાળામાં પશુઓના મોત મુદ્દે તટસ્થ તપાસની વિપક્ષ કોંગ્રેસની માંગણી

મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં વેરામાં ૨૦ થી ૨૨ ટકા રાહત આપવા સર્વાનુમતે ઠરાવ

જૂનાગઢ : તસ્વીરમાં કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે ચર્ચા થતી નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

જૂનાગઢ તા. ૨૬ : જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ કમિશ્નર પ્રકાશ સોલંકીના અધ્યક્ષ સ્થાને મેયર આદ્યાશકિતબેન મજમુદાર ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાની ઉપસ્થિતીમાં મળ્યુ હતુ.

જેમાં વિરોધપક્ષના નેતા કેપ્ટન સતિષ વિરડાએ તાજેતરમાં ખડીયા નજીક આવેલ ગૌશાળામાં થયેલ પશુઓના મોત અંગે તટસ્થ તપાસની માંગણી કરી હતી. આ બાબતે શાસકપક્ષ અને કમિશ્નરશ્રીએ તટસ્થ તપાસ કરી આમા સંડોવાયેલ ચમરબંધીને પણ છોડવામાં નહી આવે તેવો નિર્દેશ આપ્યો હતો.

આ ઉપરાંત ઘરવેરામાં ૨૦ ટકા અને ઓનલાઇન ટેકસ જમા કરાવનાર ને રર ટકા વળતર આપવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચોમાસાને લગતી વોકળા સફાઇની કામગીરીમાં રપ વ્યકિતની ટીમ બનાવવામાં આવી અને ડ્રાઇવરોના કાયમી ઓર્ડર રદ કરવામાં આવેલ. જે અંગે રજૂઆત થતા ડે.મેયર ગિરીશ કોટેચાએ યોગ્ય કરવા આગળ હાથ ધરવા જણાવ્યુ હતુ.

(11:55 am IST)