Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગારીયાધારમાં પોસ્ટ કર્મચારીઓના દેખાવો

ગારીયાધાર : પોસ્ટ ઓફિસના ગ્રામણી ડાક સેવકો સાતમા પગાર પંચને લઇને પુનિયનના આંદોલનના પગલે કામગીરીથી અળગા રહી હડતાલ પર ઉતરી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કમલેશચંદ્ર કમિટીનો સાતમો પગાર પંચનો રીપોર્ટ લાગુુ ન કરાતા ઇન્ડિયન યુનિયનના આંદોલનના પગલે ભાવનગર જીલ્લાના તમામ જીડીએસ અને ગારીયાધાર-પરવડીના તમામ ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરીની કામગીરીથી અળગા રહયા હતા. હડતાલના પગલે તમામ ડાક સેવકો કામગીરીથી અળગા રહેતા તમામ ગ્રામ્ય કક્ષાએ ટપાલની કામગીરી ખોરવાઇ હતી.તસ્વીરમાં પોસ્ટ ઓફિસ બહાર દેખાવો કરતા પોસ્ટમેનો નજરે પડે છે.

(11:50 am IST)