Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પોરબંદરમાં BSNL ઇન્ટરનેટ ૧પ દિવસમાં ૪ વખત બંધઃ ચેમ્બર દ્વારા રજૂઆત

પોરબંદર, તા.૨૬: શહેર છેલ્લા પંદર દિવસથી ખોરવાતી ઇન્ટરનેટ સેવા અંગે ચેમ્બરની ટેલીકોમ કમિટિના રાજેશભાઇ ઠકરારે બીએસએનએલ મેનેજરને રજુઆત કરી છે.

પોરબંદર જીલ્લા મથક, ગાંધી ભુમિ અને ઔદ્યોગિક શહેરના કારણે દેશના અન્ય રાજયો સાથે તેમજ વિદેશના દેશો સાથે વ્યાપાર -ઉદ્યોગ સાથે જોડાયેલ હોય જેથી ટેલીફોન, ફેકસ, ઇ-મેઇલ, ઇન્ટરનેટ સેવાઓ ખુબજ અનિવાર્ય હોય છે પરંતુ પોરબંદર શહેરમાં છેલ્લા પંદર દિવસના સમયગાળામાં ચાર-ચાર વખત નેટવર્ક ખોરવાઇ જવાના કારણે વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તેમજ અન્ય સેવાઓ જેવી કે, રેલ્વે સેવા, બેકીંગ સેવાઓ, અન્ય સરકારી-અર્ધ સરકારી સેવાઓ, લોકલ ફોન સેવાઓ સતત સાત-આઠ કલાક બંધ રહેવાના કારણે પોરબંદર દેશના અન્ય રાજયોથી અને દુનિયાના અન્ય દેશોથી સંપર્ક વિહોણું રહીયા બાદ ફરી સાત-આઠ કલાકે નેટવર્ક ચાલુ થાય.

છેલ્લા પંદર દિવસમાં ચાર-વખત ઇન્ટરનેટ સેવા બંધ થવાથી વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા અને પ્રજાને ખુબજ હાલાકી ભોગવી પડે છે ગામડામાંથી આવતી પ્રજાને સમય તથા પૈસાનો વ્યય થાય છે. આ બાબતે પોરબંદરના બી.એસ.એન.એલ.ના અધિકારીને ઇન્ટરનેટ સેવા છેલ્લા પંદર દિવસમાં ચાર ચાર વખત બંધ શા માટે રહે તેવુ પુછતા અત્રેના સ્થાનિક અધિકારી ફકત એકજ જવાબ આપે છે કે માંગરોળ-માધુપર આગળ કામ ચાલુ હોવાથી કેબલો કપાઇ ગયા હોવાથી ઇન્ટરનેટ સેવા બંધ છે.

(11:48 am IST)
  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • રમઝાનમાં યુધ્ધવિરામનું ઉલ્લંઘન સહન નહિ થાય :જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી: પાકિસ્તાન રામઝાનથી જોડાયેલ ભાવનાઓનું સન્માન કરે અને સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અટકાવે તેમ સરહદી ક્ષેત્રોમાં પ્રભાવિત લોકોની મુલાકાત દરમિયાન મહેબુબા મુફ્તીએ કહ્યું હતું access_time 1:21 am IST