Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગઢડા પંથકની સગીરના બળાત્કાર કેસમાં પકડાયેલ આરોપીને દશ વર્ષની સજા

ભાવનગર ૨૬ : બે વર્ષ પુર્વે બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના શંકરપરા વિસ્તાર રહેતા બે સગા ભાઇઓ એ એકબીજાને મદદગારી કરી એક સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યાની પોલીસફરીયાદ નોૅધાઇ હતી. આ અ઼ગેનો કેસ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામેનો ગુનો સાબીત માની જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના શંકરાપરા વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે રાહુલ સુરેશભાઇ પીઠાપરા (ઉ.વ.૨૩) અને તેનો સગોભાઇ  અજય સુરેશભાઇ મીઠાપરા (ઉ.વ.૧૯) નામના શખ્સોએએકબીજાને મદદગારી કરી ગત તા.૨૩/૪/૨૦૧૬ ના રોજ વ્હેલી સવારના સુમારે ઢસા ગામ શંકરપરામાંથી આ કામના આરોપી સંજય સુરેશભાઇ મીઠાપરા આ કામના ફરીયાદી ની દીકરી ભોગ બનનાર (ઉ.જ.૧૩ વર્ષ ૧ માસ) ની સગીર હોવાનું જાણવા છતા ભોગ બનનારનું ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ, ભોગ બનનાર સાથે આરોપી સંજયએ અવાર નવાર બળાત્કાર કરેલ અને આરોપી સગો તેનો ભાઇ અજય મીઠાપરાએ સંજય સાથે ફોનમાં વાતચીત કરી સદર ગુનામાં એકબીજાને મદદગારી કર્યા હોવાની ઢસા પોલીસ મથકમાં ફરીયાદ નોંભાવતા પોલીસે ઉકત બન્ને આરોપીઓ સામે ઇ.પી.ેકો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૩,૪,૮,૧૨,૧૭ મુજબનો ગુનો નોંધીયો શતો.

આ અંગેનો કેસ ભાવનગરના સ્પે.જજ (પોકસો) અને ચોથા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાસરાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આ કામના મુખ્ય આરોપી સંજય ઉર્ફે રાહુલ સુરેશભાઇ મીઠાપરા સામે ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબના ગુના સબબ તકસીરવાન ઠારાવી ૩ વર્ષની કેદ અને રૂા ૨ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા, ઇ.પી.કો. કલમ ૩૬૬ મુજબ આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સજા અને રૂા ૩ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા, ઇ.પી.કો.કલમ ૩૭૬(ર)(આઇ) મુજબ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા૧૦ હજારનો ખંડ અને જો આનરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા, પ્રોટેકશન ઓફ ચિઈડ્રન ફોર સેકસ્યુઅલ એફેન્સિયસ એકટ ૨૦૧૨ ની કલમ ૪ મુજબના ગુન્હા સબબ અલગતી સજા કરવામાં આવી નથી. આરોપી તરફથી દંડનછ રકમ જે વસુલ લેવામાં આવે તો રકમમાંથી ૧૦ હજાર ભોગ બનનારને વળતર તરીકે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો. જયારે અન્ય આરોપી અવય સુરેશભાઇ મીઠાપરાને વ્યાજબી શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

(11:46 am IST)
  • ગઈ કાલની મહત્વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST

  • રમઝાનમાં યુધ્ધવિરામનું ઉલ્લંઘન સહન નહિ થાય :જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી: પાકિસ્તાન રામઝાનથી જોડાયેલ ભાવનાઓનું સન્માન કરે અને સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અટકાવે તેમ સરહદી ક્ષેત્રોમાં પ્રભાવિત લોકોની મુલાકાત દરમિયાન મહેબુબા મુફ્તીએ કહ્યું હતું access_time 1:21 am IST

  • પાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પબ્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST