Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અન્ય યુવતી સાથે આડો સંબંધ હોવાનું કહી ભાવનગરના યુવાનને સાસરીયા ઓએ માર માર્યો !

ભાવનગર તા.૨૬: ભાવનગર માં યુવાનને અન્ય યુવતી સાથે આડો સંબંધ હોય તેના સાસરીયાઓએ માર મારતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા હોસ્પિટલ ખસેડાયેલ છે.

 આ બનાવની વિગત એવી છેકે શહેરના ખેડુતવાસ વિસ્તારમાં મામાના મંદિર નજીક રહેતા શંકરભાઇ બાબુભાઇ વાજા ઉ.વ. ૨૫ એ તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન હાલતે સારવાર માટે અત્રેની સરટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

 દવા પી જનાર યુવાનને તેના સાસરીયાવાળાઓએ 'તારે આરતી નામની યુવતી સાથે આડો સંબંધ છે' તેમ કહી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ અંગે યુવાને તેના સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે. દરમ્યાન યુવાને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયેલ છે. આ બનાવ અંગે ચકચાર મચી હતી.

પ્રેમ લગ્ન કરનાર યુવાન ઉપર સાસરીયાઓનો હુમલો

બીજા એક બનાવમાં માલ.. ગામે રહેતા વિપુલ બાબુભાઇ બારૈયા ઉ.વ. ૨૨ એ અલ્પા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા અલ્પાના પરિવારજનોને આ પસંદ ન હોય તેઓ એ વિપુલ બારૈયા ઉપર હુમલો કરી માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

(11:45 am IST)