Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કોડીનાર પત્રકારોની જાગૃતતા અને પોલીસની મદદથી મોરવડના દુધવાળાની ચોરાયેલી બાઈક મળી આવી

કોડીનાર, તા. ૨૬ :. કોડીનાર શહેરના પત્રકારોની જાગૃતતા અને ખરા સમયે પોલીસની મદદના કારણે મોરવડ ગામના દુધવાળાની ૧૫ દિવસ પહેલા ચોરાયેલી મોટરસાયકલ મળી આવી હતી.

આ ઘટનાની વિગત મુજબ કોડીનારના પત્રકારો અશોકભાઈ પાઠક, કુલદીપ પાઠક, અલ્તાફ મુગલ અને ધર્મેશ પાઠકની ઓફિસની બાજુની ગલીમાં એક મોટરસાયકલ કેટલાક દિવસથી બિનવારસી પડી હોવાનું દિપકભાઈ ધોબીએ પત્રકારોને જણાવતા આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઓ ઉપેન્દ્ર બાંભણીયાએ તપાસ કરાવતા આ મોટર સાયકલ નં. જીજે ૧૧ આરએફ ૧૦૧૭ મોરવડ ગામના રાણાભાઈ ભાણાભાઈ રામની હોવાનું જણાતા મોરવડ ગામે તેમનો સંપર્ક કરતા આ મોટર સાયકલ રાણાભાઈની હોવાનું અને તેઓ મોરવડથી કોડીનાર દુધ દેવા આવતા હોય લગભગ ૧૫ દિવસ પહેલા શહેરના ગોંદરા ચોકમાંતી તેમની આ મોટર સાયકલ ચોરાઈ હોય તપાસ કરવા છતા મળી ન હતી.

(11:44 am IST)