Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ધોરાજીમાં કોરોના નો વિસ્ફોટ : કોરોના પોઝિટિવ દર્દીઓ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ફૂટપાથ ઉપર સૂતેલા જોવા મળ્યા : સ્ટેશન રોડ ના ડીવાઈડર ઉપર કરોના પોઝિટિવ દર્દીઓની લાઈનો જોવા મળી: ગરીબ પરિવાર અસુરક્ષિત જ્યારે અધિકારીઓ એસી ઓફિસમાં સુરક્ષિત..?

ધોરાજીમાં ઓક્સિજનની મહામારીને કારણે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ નવા દર્દી લેવાનું બંધ કર્યું...? દરરોજ 300 થી 400 બોટલ ની જરૂરિયાત સામે આવે છે માત્ર 100 થી 200 બોટલ..?સરકારી અધિકારીઓ માત્ર વાતો કરે છે પરંતુ ખરા અર્થમાં ઓક્સિજન ની બોટલો આપવાની વ્યવસ્થા કરતા નથી: સરકારી અધિકારી ને કારણે સરકાર બદનામ થઈ રહી છે લોકોની ફરિયાદ: સિવિલ હોસ્પિટલના અધિક્ષક વિરુદ્ધ અનેક પ્રકારની ફરિયાદો થઈ છે છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી...?

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી મા કોરોના છેલ્લા ઘણા સમયથી કાળોકેર સર્જી દીધો છે અધિકારીઓ માત્ર કાગળો પર જ કાર્ય કરી રહ્યા છે અને પ્રજા પરેશાન થઈ રહી છે આવા સમયે આજે સોમવાર ના દિવસે  સરકારી હોસ્પિટલમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલું જ નહીં કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી હોસ્પિટલની બહાર ફૂટપાટ ઉપર સુતેલા જોવા મળ્યા હતા અને સ્ટેશન રોડ ડિવાઇડર ઉપર કરોના પોઝિટિવ દર્દીઓ બેસેલા જોવા મળ્યા હતા તેમજ અનેક જગ્યાએ દર્દીઓ પરેશાન થતાં જ રસ્તામાં સૂતેલા જોવા મળ્યા હતા છતાં સરકારી તંત્રે સબ સલામતના નારા લગાવ્યા છે

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીમાં સિવિલ  હોસ્પિટલ માં આજે સોમવારના દિવસે જે પ્રકારે મેઇન બજારમાં ભીડ જોવા મળે એને બદલે સિવિલ હોસ્પિટલમાં માનવ મહેરામણ ઉમટી પડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા એટલું જ નહીં સિવિલ હોસ્પિટલના બહારના સામેના ભાગે સ્ટેશન રોડ અને ફૂટપાથ પર કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેરમાં ફૂટપાથ પર સૂતેલા જોવા મળ્યા હતા તેમજ સ્ટેશન રોડ ના બંને રસ્તા વચ્ચે આવેલ ડીવાઈડર ઉપર કરોના પોઝિટિવ દર્દીઓ બેસેલા જોવા મળ્યા હતા આ પ્રકારે જાહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ રસ્તા વચ્ચે સૂતેલા અને બેસેલા જોવા મળતા ત્યાંથી પસાર થતા અનેક લોકો કોરોના દર્દી ને સંક્રમિત થવાનો ભય ફેલાયો હતો એટલું જ નહીં સિવિલ હોસ્પિટલ ની સામે આવેલી મેડિકલ સ્ટોરમાં પણ દવા લેવા બાબતે પણ લાઈનો જોવા મળી હતી આ સમયે દર્દીઓએ પણ પોતાની વેદના થતા જણાવેલ કે સરકારી હોસ્પિટલમાં લાગવગ  હોય તો જ વારો આવે છે નહિતર નથી આવતો ગરીબો માટે કોઈ નથી તેવી જાહેરમાં વેદના વ્યક્ત કરી હતી

સરકારી હોસ્પિટલમાં રિપોર્ટ નહી થતા દર્દીઓ મોટી સંખ્યામાં ખાનગી લેબોરેટરીમાં પણ જોવા મળ્યા હતા અને ખાનગી લેબોરેટરીમાં ત્રણ ચાર ચાર કલાક પછી વારો આવે તેવું પણ જાહેરમાં જોવા મળી રહ્યું છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં શા માટે ટેસ્ટીંગ લેબોરેટરી વધારવામાં નથી આવતી તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે આજે સામાન્ય જનતાને કોઈ રોગ બાબતે સરકારી હોસ્પિટલમાં જવું હોય તો તેઓ ડરતા હોય છે કારણ કે કોરોના પોઝિટિવ દર્દીઓનો રાફડો સરકારી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે આવા સમયમાં લોકોને સમયસર સારવાર ન મળવાને કારણે જાહેરમાં વેદના ઉઠાવતા પણ દર્દીઓ જોવા મળ્યા હતા

આ સમયે એક ગરીબ દર્દીએ જણાવેલ કે અમારા ગરીબો માટે કોણ છે તમારોઅમારો હાથ પણહાથ કોણ ચાલશે જેમની પાસે લાગો છે તેમનો વારો આવે છે લાગુ નથી તેમનો વારો નથી આવતો

આ પ્રકારે અનેક દર્દીઓ એ પણ પોતાની વ્યથા જાહેરમાં ઠાલવી હતી

જ્યારે સરકારી હોસ્પિટલના અધિક્ષક ની ઓફીસ બહાર બેનર લગાવ્યું છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો જે બાબતે દર્દીઓએ સામે કટાક્ષ કરતા જણાવેલ કે દર્દીઓ અસુરક્ષિત છે જ્યારે અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં સુરક્ષિત છે..? તે પ્રકારની ગરીબ દર્દીઓએ પોતાની વેદના ઠાલવી હતી

ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ ઓક્સિજન ની બોટલ સમયસર ન મળતા દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું....?

ધોરાજીમાં કોરોના પોઝિટિવ દર્દી ને અચાનક જ ઓક્સિજન લેવલ ઘટી જાય છે તેવા અનેક બનાવો બન્યા છે સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં જગ્યા ખાલી છે નહીં આવા સમયમાં દર્દીઓ પોતાને ઘરે જ સરવાલ લઈ રહ્યા છે ત્યારે ઓક્સિજનની બોટલ સમયસર મળતી નથી જેના કારણે દર્દીઓ ના જીવ અદ્ધર થઇ જાય છે અને દર્દીઓના લેવલ કરવાથી મૃત્યુ થયા છે ત્યારે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને લઈને જાય છે ત્યારે ડૉક્ટરો દરદીઓને દાખલ કરવાની ના પાડી દે છે

આ સમયે બે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવેલ કે અમારા હોસ્પિટલમાં જ દાખલ થયેલા દર્દીઓ છે તેમને પણ અમો સમયસર ઓક્સિજન આપી શકતા નથી કારણ કે જે પ્રકારે ધોરાજીમાં 200 થી 400 બોટલ ની જરૂરિયાત છે તેની સામે માત્ર સૌથી 200 બોટલ આવે છે તો કઈ પ્રકારે અમારે દર્દીઓની સારવાર કરવી તે અમારા માટે સવાલ ઉભો થયો છે હાલમાં અમારા દાખલ થયેલા દર્દીઓના વાલીઓને બોલાવીને અમારે જણાવેલ છે કે અમારી ચેનલ ને કોઈ બાબતની જવાબદારી નથી તમારે અમારી હોસ્પિટલમાં લઈ જવા હોય તો તમે લઈ જઈ શકો છો પરંતુ જ્યાં સુધી ઓક્સિજન અને સરકાર પૂરું પાડે ત્યાં સુધી અમે આપને કોઇપણ પ્રકારની ખાતરી આપતા નથી.....?

જ્યારે ધોરાજીના સરકારી અધિકારીઓ સબ સલામત છે તેવા નારા લગાવી રહ્યા છે સરકાર ને ખોટા આંકડા પણ આપી રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે કારણકે હજુ બે દિવસ પહેલા જ ઉપલેટાના બે યુવાનો કોરોના પોઝિટિવ થયા છે તેમને માટે ઇન્જેક્શન લેવા માટે ધોરાજી આવેલ યુવાને જણાવેલ કે અમોએ કઈ તારીખ 22 ના રોજ પેમેન્ટ ભરી દીધું છે ઓનલાઇન છતાં પણ અમને ઇન્જેક્શન મળતા નથી અને જેમની લાવવુ હોય તે સરકારી હોસ્પિટલમાં થી ઇન્જેક્શન લઈ જાય છે તેવા જાહેરમાં આક્ષેપો કર્યા હતા તો શા માટે સરકારી અધિકારીઓ જે સરકારના લેબલથી ઇન્જેક્શન આવ્યા છે તેને કયા દર્દીઓને કેવી રીતે અને કોને આપવામાં આવ્યા છે અને કયા રાજકીય લોકોને આપવામાં આવ્યા છે તેની જાહેરાત માટે કરતા નથી તે બાબત જ મહત્વની બની રહી છે

સરકારી હોસ્પિટલના અધિકારીઓ ખરેખર સત્ય અને સાચા હોય તો તેમને સરકારમાંથી આવેલા જથ્થા નહીં યાદી જાહેર કરવી જોઇએ અને ઇન્જેક્શન કોને આપ્યા કેવી રીતે આપ્યા અને ડૉક્ટરની ભલામણથી આપી અથવા તો કયા રાજ કે આગેવાની ભલામણથી આપ્યા તેની એક જાહેર પ્રસિદ્ધિ બહાર પાડવી જોઈએ તેવી ધોરાજીની જનતા વતી લોકોએ માગણી કરી હતી

હાલની પરિસ્થિતિ જોઈએ તો ગરીબ દર્દીઓ માટે કોઈ નથી ખાનગી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે પોષાતી નથી દરરોજના ખાનગી હોસ્પિટલમાં ૨૦થી ૨૫ હજાર રૂપિયા જેવો ચાર્જ લઇ લેવામાં આવે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં સલવાર મહિના મૂલ્ય છે પરંતુ તાત્કાલિક યોગ્ય સારવાર મળતી નથી અને માત્ર ઓક્સિજન ઉપર જ ધોરાજીમાં સારવાર થઈ રહી છે એમાં ૯૦થી ઓક્સિજનનો લેવલ ઘટે તો તેમને તાત્કાલિક રીફર કરવામાં આવે છે વાસ્તવિક રીતે જે પ્રકારે સરકારી હોસ્પિટલમાં સારવાર કરવી જોઈએ એ પ્રકારની સારવાર મળતી નથી સરકારે બે વેન્ટિલેટર આપેલા છે છતાં પણ તે દૂર થઇ રહ્યા છે તેનો સદુપયોગ પણ થતો નથી તો એ વેન્ટિલેટર નો ઉપયોગ કરવામાં આવે તો અનેક ગરીબ પરિવારોને જિંદગી બચી જાય તેમ પણ જણાઈ રહ્યું છે આ બાબતે રાજ્યના આરોગ્ય મંત્રાલય તાત્કાલિક બાબતે ધોરાજી સરકારી હોસ્પિટલ માટે વ્યવસ્થા કરવી જોઈએ અને ઘટતા ડોક્ટરોની પણ તાત્કાલિક અસરથી નિમણૂક કરવી જોઈએ અથવાતો ખાનગી હોસ્પિટલના ડોક્ટરો નો સદુપયોગ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કરવો જોઈએ તેમજ test app તાત્કાલિક કરવો જોઈએ કારણ કે જે કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે તેમને ડબલ મહેનત કરવી પડે છે તેમને પણ તેમનો પરિવાર છે જેથી કરીને સ્ટાફને પણ સરકારી હોસ્પિટલે ચિંતા કરવી જોઈએ તેવી લોકોએ માંગણી કરી છે

સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ ધોરાજીમાં થઈ રહ્યા છે તેમજ સૌથી વધારે મૃત્યુઆંક પણ ધોરાજીમાં આવી રહ્યો છે છતાં પણ સરકારી અધિકારીઓ આ બાબતની કોઈ ચિંતા નથી કરતા તે મોટો સવાલ ઉભો થયો છે ભગવાન ભરોસે ધોરાજીની પ્રજા જેવી રહી હોય તેઓ માહોલ સર્જાયો છે

(6:41 pm IST)