Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મોરબી જિ.પં.ના સદસ્ય અજય લોરીયા દ્વારા જેતપર પીએચસીને 200 રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ: સાથે 3 હજાર માસ્ક અને 500 સેનેટાઇઝરનું વિતરણ કરાયું

મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારની સેવાપ્રવૃત્તિ કરતા જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરીયા હાલ કોવિડની ગંભીર પરિસ્થિતિ વચ્ચે જરૂરિયાતમંદ દર્દીઓની વહારે આવ્યા છે. તેઓએ આજે મોરબીના જેતપર ગામે આવેલા પીએચસી સેન્ટરની મુલાકાત લઈને 200 રેપીડ ટેસ્ટ કીટ ફાળવી હતી. સાથેસાથે 3 હજાર માસ્ક અને 500 સેનેટાઇઝરનું વિતરણ કરાયું હતું
મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરીયા હાલ કોરોનાની મહામારીના કપરા કાળમાં જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરીને માનવતાની જ્યોત અખંડિત રાખી રહ્યા છે. ત્યારે અજયભાઈ લોરીયાએ મોરબીના જેતપર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ ગામના આગેવાનો સાથે મળીને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીઓની સારસંભાળ લીધી હતી. તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા ખૂટતી હોવાનું ધ્યાને આવતા તેમણે દર્દીઓની સેવા માટે તત્પરતા દાખવી હતી અને તેઓએ જેતપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 200 રેપીડ ટેસ્ટ કીટ તેમજ 3 હજાર માસ્ક અને 500 સેનેટાઇઝરનું દાન કરીને ‘સેવા પરમો ધર્મ’ હોવાનું ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું.

(6:16 pm IST)