Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જયદીપ એન્ડ કંપની દ્વારા માળીયાના દસ ગામોમાં મંગળવારે કોરોના રેપીડ ટેસ્ટ નું આયોજન.

સર્વ જ્ઞાતિ માટે આયોજિત રેપીડ ટેસ્ટ કેમ્પનો લાભ લેવા અપીલ

માળીયા : મોરબી-માળીયા વિસ્તારમાં ઉદ્યોગ સાથે સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર રહેતી જયદીપ એન્ડ કંપની દ્વારા આવતીકાલે મંગળવારે માળીયા તાલુકાના વવાણીયા, જાજસર, દેવગઢ સહિતના દસ ગામોમાં સર્વ જ્ઞાતિ માટે વિનામૂલ્યે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું છે.
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા તથા અશ્વિનસીહ જાડેજા દ્વારા વવાણીયા અને તેની આસપાસ દેવગઢ, જાજાસર, ભાવપર, બગસરા, ચમનપર, વરસામેડી, ન્યુ નવલખી, જુમ્માવાડી સહિતના દસ ગામોમાં ફ્રી કોવિડ રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
આવતીકાલે તા. 27 એપ્રિલના રોજ પહેલા રાઉન્ડમાં સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યે ભાવપર, બગસરા, વરસામેડી, ચમનપર અને ન્યુ નવલખી ખાતે, બપોરે 2:00 થી 4:00 વાગ્યે જાજાસર અને દેવગઢ ખાતે તેમજ સવારે 9:00 થી 2:00 વાગ્યે વવાણીયા PHC અને લક્ષ્મીવાસ ખાતે તથા બપોરે 2:00થી 3:00 વાગ્યે જુમ્માવાડી જેવા વિસ્તારોમાં અલગ-અલગ આરોગ્યની ટીમ સાથે રુટ બનાવી ફ્રી રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળી સંખ્યામાં દરેક ગ્રામજનોએ લાભ લેવા જયદીપ કંપનીના દિલુભા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.

(6:04 pm IST)