Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજુલાના કોંગ્રેસના ધારાસભ્‍ય અંબરીશ ડેરની કોરોના મહામારીમાં અદ્‌ભૂત સેવાઃ ટોળાના બદલે ફોન અથવા ઓછા કાર્યકરોની સંગાથે દર્દીઓની સેવા

રાજુલા: કોરોના મહામારીમાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની કામગીરી ખુબ બિરદાવવા લાયક છે. કોવિડ 19ના દર્દીઓની હાલાકી ઓછી થાય તેમને મદદ થાય તે દિશામાં તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં કોરોના મહામારી વચ્ચે કાર્યકરોના ટોળા એકત્ર કરવાનાં બદલે ફોન પર નાના જુથમાં પોતાના કાર્યકરોને મોકલીને લોકસંપર્ક કરી રહ્યા છે. રાજ્ય સરકાર કે અર્ધસરકારી કોલેજ, ખાનગી મેડિકલ કોલેજનાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે હાલમાં જ એમ.બી.બી.એસ પુર્ણ કર્યું હોય તેવા તબીબોની સેવા સરકારે લેવી જોઇએ તેવી રજુઆત અંબરીશ ડેર દ્વારા કરાઇ હતી. જેને યોગ્ય ગણીને આખા રાજ્યના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તેનો લાભ પ્રજાને મળ્યો છે.

રાજ્યમાં સરકારી હોસ્પિટલો પર કોરોનાના કેસોના ભારણ એટલા બધા હતા, તેવા સંજોગોમાં અંબરીશ ડેર દ્વારા રાજ્ય સરકારને માત્ર રજુઆતો કરીને નહી પરતુ શક્ય તેટલા મહત્તમ સમાધારો લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્થાનિક ખાનગી તબીબોને પણ સારવારમાં મદદ કરવા માટે અપીલ કરી હતી.

રાજુલામાં અંબરીશ ડેરે જણાવ્યું કે, હાલમાં કોરોના કાળ દરમિયાન અન્ય વાહનોના દંડ લેવાનું બંધ થાય તે જરૂરી છે. કોરોનામાં ખાસ જરૂર હોય તેવા દંડ જેમ કે માસ્કનો દંડ વગેરે દંડ લેવા જોઇએ. સરકારે હાલ નાગરિકો વચ્ચે હકારાત્મકતા ફેલાવવા માટેની જરૂર છે. જેના માટે તેમના અધિકારીઓ અને નાગરિકો બહાર આવે તે ખુબ જ જરૂરી છે.

(5:17 pm IST)