Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમરેલીમાં કોરોના મહામારી વચ્ચે પરેશ ધાનાણીની આગેવાનીમાં ઓકિસજન સીલીન્ડરનું વિતરણ

સંકલ્પ પત્રમાં વૃક્ષના રોપની અપીલ કરાવાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૬: અમરેલીમાં જીલ્લા કોંગ્રેસ અને પરીવર્તન ટ્રસ્ટ દ્વારા પ્રાણ વાયુ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ  પરેશભાઈ ધાનાણી કોરોનાની કપરી પરિસ્થિતિમાં સેવા યજ્ઞ શરૂ કરી ફરી મેદાને આવ્યા છે કોરોનાના પહેલી લહેરમાં પણ લોકડાઉનના સમયે પણ ઉત્તમ સેવા આપી હતી અને એ સમયે લગભગ ૧૮ લાખ જેટલા લોકો સુધી ઘરે ઘરે જઈ ને જમવા નું પહોંચાડયું હતું. સેવાભાવી વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી હવે કોરોનાની બીજી લહેરમાં પણ મેદાને આવ્યા છે અને તનતોડ મહેનત કરીને સેવા આપી રહ્યા છે નેતા વિપક્ષ પરેશ ધાનાણી દ્વારા ઓકસીજન સિલિન્ડર આપીને સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો છે.

અમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આ ઓકિસજન આપવામાં આવશે ઓકિસજન સિલિન્ડર સાથે એક સંકલ્પ પત્ર પણ આપવામાં આવશે અને ઓકિસજન સિલિન્ડરના લાભાર્થીઓને વૃક્ષના રોપ અને ઉછેરે તેવી અપીલ કરવામાં આવી છે.

આ ઓકિસજન સિલિન્ડર માટે જરૂરિયાતમંદ લોકો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય – અમરેલી (જુના માર્કેટિંગ યાર્ડ) શરદ ધાનાણી, મનસુખ ભંડેરી, જનકભાઈ પંડયા, સંદીપ પંડ્યા અને જગદીશ મેવાડા તો વડિયા અને કુંકાવાવ માટે ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા (વડિયા) રવજીભાઈ પાનસૂરિયા (કુંકાવાવ) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

(1:14 pm IST)