Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જુનાગઢ સિવીલને દરરોજ ૧પ ટન ઓકિસજનની સપ્લાયઃ ખાનગી હોસ્પિટલોને વિતરણ માટે ગોઠવણ

પીજીવીસીએલના એમ.ડી.શ્વેતા તિવેટીયા, ડોકટર ડો. સૌરભ પારધીએ પ્રાઇવેટ હોસ્પિટલોની લીધી મુલાકાત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ : સીવીલને દરરોજ ૧પ ટન ઓકિસજનની સપ્લાય થતી હોવાનું જાણવા મળેલ છે

જુનાગઢ જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોવીડ પેશન્ટની સંખ્યા સતત વધી રહી છે ત્યારે જુનાગઢ સિવીલમા દર્દીઓને ઓકિસજન સહિતની સારવાર દવા મળી રહે તે માટે કલેકટર ડો. સોરભ પારધી, સિવીલ હોસ્પિટલના ડો. સુનીલકુમાર, ડો. સોલંકીએ રાત-દિવસ એક કર્યા છે.

કલેકટર ડો. સૌરભ પારધીએ  ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે જુનાગઢ સિવીલને શાપર-વેરાવળ ખાતેથી દરરોજ ૧પ ટન ઓકિસજન સપ્લાય થઇ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોના દર્દીઓને  પણ ઓકિસજન મળી રહે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

દરમ્યાનમાં રવિવારે પી.જી.વી. સી. એલના એમ.ડી. શ્વેતા તિવેટીયા તેમજ કલેકટર ડો. સૌરભ પારધી સહિતના અધિકારીઓએ શહેરની મલ્ટીસ્પયેશ્યાલીટી ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઇ ઓકિસજન વગેરે મુદે ઓડિટ કર્યુ હતું.

(1:10 pm IST)