Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ટંકારામાં ઓકિસજનના બાટલા ભરવાની સુવિધા આપે તો અનેક દર્દીઓના જીવ બચે

ટંકારા,તા. ૨૬: ટંકારા તાલુકામાં હાલ વિકટ પરિસ્થિતિ છે. દવાખાના, લેબોરેટરી તથા મેડિકલ સ્ટોર્સમાં લાઈનો છે. ટંકારામાં કોવિદ કેર સારવાર કેન્દ્ર કે હોસ્પીટલ નથી. દર્દીઓને મોરબી, રાજકોટ લઈ જવા પડે છે. જે દર્દીઓ નું ઓકસીજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓ હોમ કોરનટાઈન હોય તેને તેમજ હોસ્પીટલ લઇ જવાતા દર્દીઓને ઓકસીજન આપવાની જરૂર પડે છે. ટંકારા તાલુકામાં ઓકસીજન સુવિધા વગરના ચાર કોવિદ કેર સેન્ટર ચાલુ કરાયેલ છે.

નથુભાઈ કડીવાર, માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી, ભાવિન ભાઈ સેજપાલ, રાજુભાઈ મહેતા, અન્ય લોકો તથા સંસ્થાઓ દ્વારા દર્દીઓને વિનામુલ્યે ઓકસીજન ભરેલ બાટલાઓની સેવા આપવામાં આવે છે. છેલ્લા પંદરેક દિવસ થી અનેક દર્દીઓને બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, .

નથુભાઈ કડીવારે જણાવેલ કે ત્રણ દિવસ પહેલા ગવરીદડના યુવાન દર્દી ને હોસ્પીટલમાં જગ્યા મળેલ નહિ. ઓકિસજન નો તેની પાસે ખાલી બાટલો હતો, કુટુંબીજનો આખો દિવસ રાજકોટમાં ફરેલ પણ બાટલો કોઈએ ભરી આપેલ નહિ. રાત્રિના સમયે દર્દીનું ઓકસીજન લેવલ ઓછું થતાં જીવન મરણ નો પ્રશ્ન ઉભો થયો હતો. આની જાણ થતાં રાત્રે ૩ વાગ્યે પ્રકાશ દુબરીયા તથા વિશાલ પંડ્યા એ તેની ઘરે મોટર સાયકલ ઉપર ઓકસીજન નોબાટલો તથા કીટ લઈ જઈ ઓકસીજન ની સારવાર આપેલ. દર્દીનો જીવ બચાવેલ.

પડધરી તથા રાજકોટના દર્દીઓ માટે રાત્રી ના બાર વાગ્યે ઓકસીજન ના બાટલા દર્દીઓ ને બચાવવા પૂરા પાડેલ છે.ટંકારાતથા આજુબાજુના ગામડાઓના દર્દીઓ પણ આ સુવિધાનો લાભ લ્યે છે.

નથુભાઈ કડિવારે જણાવેલ કે ટંકારામાં ઓકસીજન બાટલા ભરવાની સગવડતા નથી. સ્વ ખર્ચે વાહનમાં લઈ જઈ બાટલા ઓ ભરી લાવેછે.ટંકારાની અનેક સંસ્થાઓ તથા વ્યકિતઓ દર્દીઓને ઓકસીજન ભરેલ બાટલા ઓ પૂરા પાડી દર્દી તથા તેના પરિવારના દુઃખ દર્દમાં સહભાગી બની રહેલ છે.

ટંકારા તાલુકાના દર્દીઓ માટે ઓકિસજન ના બાટલાઓ ભરી આપવાની કોઇ સગવડતા નથી.

નથુભાઈ કડીવારે જણાવેલ કે અમારી પાસે ઓકિસજન ના બાટલાઓ છે.તે અમો સ્વ ખર્ચે વાહનમાં લઈ જઈ ભરાવી એ છીએ. હાલમાં૪ સરકારી હોસ્પીટલ તથા ખાનગી હોસ્પિટલ ને ઓકસીજન ના બાટલા ઓ ભરી આપવા માં આવે છે. ટંકારા તાલુકા ના દર્દીઓ માટે કોઇ સુવિધા નથી.મોરબી ખાતે અમોને દરરોજ ૫૦ બાટલા ઓ ભરી આપવાની સુવિધા અપાય તો અનેક દર્દીઓના જીવન બચાવી શકાય .સત્ત્।ાવાળાઓ ને દર્દીઓ તથા તેના પરિવાર જનોના આશીર્વાદ મળશે.

(1:07 pm IST)