Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જુનાગઢ જિલ્લા છેલ્લા ૪ દિવસમાં કોરોનાના ૯૧૯ કેસઃ ૧૬ દર્દીના મૃત્યુ

ર૪ કલાકમાં રપ૧ નવા કેસ, ૧૬૯ દર્દી સ્વસ્થ થયા અને ૪ ના મોત નીપજયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ : જુનાગઢ જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત રહયો છે છેલ્લા ૪ દિવસમાં ૯૧૯ કેસનો વધારો થયો છે અને ૧૬ કોવિડ દર્દીના મૃત્યુ થયા છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના જેટ  વિમાનની ઝડપે આગળ વધી રહયો છે. રવિવારના ર૪ કલાક દરમિયાન જિલ્લામાં રપ૧ કેસનો ઉમેરો થયો છે. કુલ નવા રપ૧ કેસમાં માત્ર જુનાગઢના ૧૩૧ કેસ છે. આ ર૪ કલાકમાં ૧૬૯ દર્દી સ્વસ્થ  થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ અને ૪ દર્દીના મોત થયા છતાં જેમાં જુનાગઢ સીટીના બે અને કેશોદ તથા માણાવદરના એક એક કોવીડ મોતનો સમાવેશ થાય છે.

જુનાગઢ જિલ્લામાં તા.રર એપ્રિલથી કોરોનાએ રફતાર પકડી છે આ દિવસે ર૦ર કેસ નોંધાયા હતા અને ૧ર૦ દર્દીએ કોરોનાને માત આપી હતી. તેમજ જુનાગઢના બે તથા કેશોદ માળીયાના એક એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

તા.ર૩ના રોજ જિલ્લામાં ર૧૮ કેસની એન્ટ્રી  થઇ  હતી. ૧ર૦ પેશન્ટ સ્વસ્થ થયા અને આ દિવસે પણ ૪ મોત થયેલ. જેમાં જુનાગઢ સીટીના બે, માણાવદર વંથલીના ૧-૧ દર્દીના મોત નીપજયા હતા.

તા.ર૪ એપ્રિલે જુનાગઢ સીટીના ૧૩૦ નવા કેસ સહિત જિલ્લામાં કુલ ર૪૮ કોરોના કેસનો ઉમેરો થયો હતો. ૧પ૦ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળ થયા હતા. આ દિવસે પણ જુનાગઢ  સીટીના બે તેમજ માણાવદર તથા વિસાવદરનાં એક એક કોવિડ દર્દીને કોરોના ભરખી ગયો હતો. ગઇકાલે તા.રપના રોજ પણ કોરોનાએ રવિવારની રજા રાખ્યા વગર જિલ્લામાં હાહાકાર મચાવીને તથા રપ૧કેસનો ઉમેરો કર્યો હતો. રવિવારના કુલ રપ૧ કેસમાં જુનાગઢના ૧૩૧ કેસ છે કુલ ૧૬૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ. રવિવારે પણ જુનાગઢના બે તેમજ કેશોદ માણાવદરનાં એક એક કોવિડ દર્દીને યમરાજાનું તેડુ આવી  ગયુ હતુ.

આમ તા.રર થી રપ એપ્રિલના ૪ દિવસના ૯૬ કલાકમાં જિલ્લામાં ૯૧૯ કેસનો વધારો થવાની સાથે ૧૬ દર્દીના મોત થયા હતા. આ ૪ દિવસમાં જુનાગઢમાં ૪૭પ દર્દીનો વધારો થયો હતો અને આઠ દર્દીએ ત્રણ ગુમાવ્યા હતા

(1:03 pm IST)