Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કાલે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સાદાઇથી હનુમાન જયંતી ઉજવાશે

વિશ્વ શાંતી માટે શ્રી મારૂતી યજ્ઞ, સંતો દ્વારા પૂજન-અર્ચન

વાંકાનેર, તા,.૨૬: બોટાદ જીલ્લાના સુપ્રસિધ્ધ જગ વિખ્યાત યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે લાખો હરી ભકતજનોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ આગામી તારીખ ર૭ને મંગળવારે હાલની કોરોના વાયરસની મહામારી હોય આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સાળંગપુર ધામમાં શ્રી હનુમાન જયંતી ઉત્સવ સાદાઇથી ઉજવવામાં આવશે. જેમાં દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે. તેમજ ફકત સંતો, ષાર્ષદો દ્વારા દાદાનો અભિષેક રાજોષ ચાર પુજન કરવામાં આવશે અને ત્યાર બાદ દાદાને અન્નકુટ ધરાવવામાં આવશે.

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદીરના શાસ્ત્રીજી અથાણાવારા સંત મંડળના શાસ્ત્રી શ્રી હરીપ્રકાશ દાસજી સ્વામી મહારાજના જણાવ્યા મુજબ દાદાની કોરોના વિશ્વના મહામારી વિશેષ લક્ષમાં લઇ સમગ્ર વિશ્વ કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે શ્રી હનુમાન જયંતીના પાવન પુણ્યશાળી દિવસે શ્રી મારૂતી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે.

કાલે સવારે પ.૧પ કલાકે દાદાની મંગળા આરતી તેમજ યજ્ઞ પ્રારંભ સવારે ૭ કલાકે પૂ.શ્રી હરી પ્રકાશ સ્વામી દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવશે. સવારે ૭ કલાકે દાદાની શણગાર આરતી (શ્રી હનુમાનજી મહારાજ સુવર્ણ વાઘા ધારણ કરશે) તેમજ અભિષેક દર્શન સવારે ૯.૩૦ કલાકે  સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની છડીનો ભવ્ય અભિષેક તેમજ પુસ્તક વિમોચન  સવારે ૯.૩૦ કલાકે નિતી પ્રવિણની કથા પરથી તૈયાર થયેલા પુસ્તકનું વિમોચન આ ઉપરાંત દાદાને વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકુટ , અન્નકુટ આરતી બપોરે ૧૧.૩૦ કલાકે કરવામાં આવશે તેમજ વિશેષમાં ૧૧૧૧ કિલો લાડુ દાદાને ધરાવવામાં આવશે. હનુમાન જન્મોત્વ અંતર્ગત દાદાને ૧૧૧૧ કિલોના મોટા લાડુ ભોગ ધરાવવામાં આવશે. જે આ પ્રસાદ કોરોના વોરીયર્સ ડોકટરો એવમ નર્સોને એમની સેવા બદલ પ્રસાદરૂપે આપવામાં આવશે. તેમજ બપોરે ૧૨ કલાકે યજ્ઞની પુર્ણાહુતી થશે. સાંજે ૭ કલાકે સંધ્યા આરતી થશે. દાદાને ગર્ભગૃહને દિપડાઓથી ખાસ શણગારવામાંઆવશે. સૌ હરીભકતો માટે મંદિરમાં પ્રવેશ પ્રતિબંધીત છે.

સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ યુ-ટયુબ Salangpur Hanumanji-Official Swaminarayan Chanel માં દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભકતજનોએ શ્રી હનુમાન જયંતી ઉત્સવના પવિત્ર પાવન તેમજ દિવ્ય દર્શન શણગાર આરતી, અભિષેક વિધી પુજન, અન્નકુટ આરતીનો લાભ સહુ ઘર બેઠા લેશે. કોઠારી સ્વામી પૂ.શ્રી વિવેક સાગરદાસજી તેમજ ડી.કે.સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(1:01 pm IST)