Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વૈચ્છીક લોકડાઉન યથાવત

વિંછીયા, જોડિયા સહિત અનેક ગામોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે બંધ

તસ્વીરમાં જોડીયા બંધ નજરે પડે છે. (તસ્વીરઃ રમેશ ટાંક-જોડિયા)

રાજકોટ તા. ર૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારી સામે સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે.

વિંછીયા, જોડીયા સહિત અનેક ગામોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે બંધનો અમલ થઇ રહ્યો છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયાઃ કોરોના સંક્રમણની ચેન તોડવા વિંછીયા આજે બીજા દિવસે પણ સવારથી જ સજજડ બંધ રહ્યું હતું.

વિંછીયામાં તમામ ધંધા-રોજગાર બંધ પાડી નાના મોટા તમામ વેપારીઓએ બંધને પૂર્ણ રીતે સફળ બનાવ્યું હતું.

વિંછીયાની સાથે તાલુકાના ગામડાઓ પણ બંધમાં જોડાતા ચહલ પહલના અભાવે માનો વિંછીયા તાલુકો ભેંકાર ભાસતો હતો. આવતીકાલે સોમવારે વિંછીયામાં બપોરના ૧ વાગેથી તમામ દુકાનો બંધ રહેશે તેમ વેપારીઓ જણાવે છે.

જોડીયા

(રમેશ ટાંક દ્વારા) જોડીયાઃ ગઇકાલે સ્થાનિક તંત્ર અને વેપારી તથા ગ્રામજનોની બેઠકમાં લોકડાઉનનો આંશિક નિર્ણયના ભાગરૂપે આજથી માંડવી ચોક, ચાર ચોક, બસ સ્ટેન્ડર ોડ તથા લક્ષ્મીપરા વિસ્તારમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરેલ છે.

(11:36 am IST)