Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ઓક્સિજનની અછત વચ્ચે દીનદયાળ પોર્ટ કંડલા આવ્યું આગળ, પ્લાન્ટ માટે સામાન લાવનાર શીપને તાત્કાલિક બર્થ ફાળવાઈ

(વિનોદ ગાલા દ્વારા : ભુજ : દીનદયાળ પોર્ટ, કંડલા મધ્યે ઓક્સિજન પ્લાન્ટ માટે ચીનથી સ્ટીલ પાઈપ, સ્ટીલ બાર, જમ્બો બેગ સહિત જરૂરી માલ સમાન લઈ આવેલા શીપને ચેરમેન એસ.કે. મહેતાની સૂચનાથી ઝડપભેર બર્થ ફાળવી દેવાઈ હતી. પોર્ટ પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે આ સામાન કચ્છ અને ભોપાલના પ્લાન્ટમાં પહોંચતો કરાઈ રહ્યો છે.

(9:53 pm IST)