Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પોરબંદરમાં કાળઝાળ ગરમીને લીધે ફુલોના ભાવમાં વધારો

પોરબંદર તા.૨૬: કાળઝાળ ગરમીમાં ફુલોની આવક ઉપર અસર પડી છે ગરમીમાં ફુલો લાંબો સમય રહેતા ન હોય બજારમાં આવક ઓછી છે જેના કારણે ફુલ વેંચનારાઓ મનસ્વી રીતે વધુ ભાવ લ્યે છે

ફુલબજારમાં વધુ ભાવને લે છે પરચુરણ ધરાકી હતી પરંતુ બે દિવસ ઉર્ષ હોય ખાસ કરીને ગુલાબની ખરીદી વધી છે ફુલ વેચનારા પાસે ગરમીને લીધએ ગુલાબના આખા ફુલનો સ્ટોક મર્યાદિત છે અને ભાવ વધુ લ્યે છે આખા ગુલાબને બદલે મોટે ભાગે છુટ્ટી પાંદડીનું વધુ વેચાણ થાય છે કાળઝાળ ગરમીને લીધે ગુલાબના ફુલોમાં પાંદડી ખરી જાય છે. દેશી ગુલાબ ૨૪ કલાકથી વધુ રહી શકતા નથી. રેઇન (મરવો) નામના ફુલ મોટેભાગે મૂર્તિ પુજક જેન દેરાસરોમાં ચઢાવાય છે.

(3:15 pm IST)