Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કચ્છમાં વ્હોટસએપ ગૃપમાં ભાજપના નગરસેવકે અશ્લીલ કલીપ મુકી

ભુજ, તા. ર૬:  અશ્લીલ કલીપીંગ્સ પ્રકરણે કચ્છમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી ગઈ છે. અંજારમાં ફરી અશ્લીલ કલીપીંગ્સ ના નવા પ્રકરણમાં હોબાળો મચ્યો છે. અંજારના ભાજપ કોંગ્રેસના ૩૨ નગરસેવકો તેમ જ રાજકીય સામાજિક આગેવાનોના વ્હોટ્સએપ ગ્રુપમાં એક ભાજપી નગરસેવકે અશ્લીલ કલીપીંગ્સ અપલોડ કરી હતી. શરૂઆતમાં તો બધા એમ સમજયા હતા કે વાયરલ થયેલા ચકચારી ફોન પ્રકરણ બાદ તેને લગતી કોઈ અશ્લીલ કલીપીંગ્સ છે. પણ, ભળતી જ કલીપીંગ્સ નીકળી હતી. જોકે, એક તબક્કે મહિલા કાઉન્સિલરો એ પોલીસ ફરિયાદની તૈયારી કરી હતી. પણ, પછી એ ભાજપી નગરસેવકને ગ્રુપ માંથી ડીલીટ કરી મુકાયો હતો.

(3:15 pm IST)
  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • રાજકોટના તમામ ATM બંધ થયા : એસબીઆઇમાં ઓફલાઇન બતાવે છેઃ ઇન્ટરનેટ કનેકટ થતું ન હોય અથવા સર્વરમાં વાંધો સર્જાયાનું મનાય છે. access_time 4:07 pm IST

  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST