Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ઉનામાં જુગાર રમતા ૪ શખ્સો ૧પ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા.૨૬: અહીં જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૧પ,પ૦૦/ રોકડા તથા બાઇક સહિત ૬પ હજાર ૬૪૦નો મુદામાલ સાથે પકડી પાડયા છે. પોલીસ ઇન્સ્પેકટર દિલીપસિંહ ડી.ગોહિલની સુચનાથી પોલીસ જમાદાર યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહીલ તથા ડી.સ્ટાફે ખારામાં બાય પાસ પાસે બાવળની કાંટની વાડ પાછળ જુગાર રમાતો હોય રેડ કરતાં જાહેરમાં તીનપતીનો જુગાર પૈસાની હારજીતમાં રમતા સીરાજ ઇકબાલભાઇ ગોરી ઉ.વ.૨૬, ઇમરાનભાઇ કરીમભાઇ સુમેરાની પઠાણ, ઇમ્તીયાઝ કરીમખાન પઠાણ તથા મહમદ સફીર મુસ્તાકભાઇ નાયા રે. ઉનાવાળાને  રોકડ રૂપીયા ૧૫હજાર પાંચસો તથા બે મોટર સાઇકલ તથા મોબાઇલ ફોન મળી રૂ.૬૫,૬૪૦/ મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:47 am IST)