Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વડિયાના બરવાળા બાવળ ગામે કાળે ઉનાળે ૨૦ દિવસથી પીવાનું પાણી વિતરણ બંધઃ ગામલોકો મહિલાઓ ત્રાહિમામ

અવેડાનું ગંદુ પાણી ગાળીને પીવુ પડે છેઃ રોગચાળાનો ભયઃ તંત્ર કયારે જાગશે?

વડીયા, તા.૨૬: વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે આઝાદી બાદથી જ સર્જાતી રહેતી પાણીની સમસ્યા આજે પણ યથાવત છે...દિવાળી પછી તુરંત જ પાણી પ્રશ્ન વિકટ બનવા લાગે છે... જે કાળઝાળ ઉનાળે વધુ આકરો બની રહે છે... ત્યારે ૨૦ વર્ષથી પાણી માટે મહિલાઓ ઠેર ઠેર ભટકતી જોવા મળે છે.... ૨૦ વર્ષથી સત્તાધીશોની અણ આવડતથી બાવળ બરવાળાની પ્રજાને પાણી માટેનો પ્રશ્ન ઉકેલાયો નથી.

ઉનાળામાં  પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે. પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી.

વડીયા તાલુકાના બાવળ બરવાળા ગામમાં છેલ્લા ૨૦ દિવસથી પીવાનું પાણી આવતું ન હોઈ ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે....ખાસ કરીને ગૃહિણીઓની હાલત કફોડી બની ગઈ છે.... આ વર્ષે વરસાદ ઓછો થતાં ગામમા તળાવો ખાલીખમ છે.... ગ્રામજનો પીવાના પાણી માટે દુર-દુર રઝળપાટ કરવો પડી રહ્યો છે,બબ્બે કી.મી.દૂર કુવા કે બોરવેલ પરથી માથે બેડાં ઉપાડી પાણી ભરવા જવું પડતું હોઈ ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.... સ્થાનિક પાણી પુરવઠા તંત્ર સાવ કુંભકર્ણી ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે....ત્યારે પાણીની પારાયણથી ત્રસ્ત બરવાળા બાવળ ગામના ગ્રામજનોના પ્રાણપ્રશ્નો પીવાના પાણી માટે પશુના પીવે તેવા ગંદા પાણી ના અવેળા ના પાણી નો ઉપયોગ કરેછે...મજૂરી કામે થી આવીને પોતાના બાળકો માટે અવેળાના પાણી ને ગાળીને પીવડાવવું પડે છે...અને બીમારીના ભોગ બનવું પડેછે .. સ્થાનિકો જણાવી રહયા છે....અસંખ્ય લેખિત રજૂઆતો છતાં કોઈજ તંત્ર દ્વારા પગલાં નહીં લોકોનું કહેવું. (તસ્વીર.અહેવાલઃ જીતેશગીરી ગોસાઈ.વડિયા)

(11:47 am IST)