Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભાવનગર શહેરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી પોલીસ

ભાવનગર તા.૨૬: ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા અને પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, ભાવનગર શહેરમાંથી જુદી-જુદી જગ્યાઓએથી મોબાઇલ ચોરી કરતી ટોળકી નિર્મળનગરના નાકે ઉભેલ છે. જે આધારે ત્રણ ઇસમો (૧) સાહિલભાઇ સુરેશભાઇ ગોહેલ ઉ.વ. ૧૯ રહે. કુંભારવાડા માઢીયારોડ શેરી નં. ૧૫ ભાવનગર (૨) અશોકભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે. હાદાનગર વેલનાથ ચોક ભાવનગર (૩) ચિરાગ સુનીલભાઇ ગોહેલ ઉ.વ.૧૯ રહે. વિઠ્ઠલવાડી બેઠલા નાળા પાસે ભાવનગરવાળાઓને ઝડપી પાડી તેઓની પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન (૧) ઓપો કંપનીનો મોડલ A 83 કિ.રૂ. ૫૦૦૦/- (૨) કાર્બન કંપનીનો મોડલ એરો સ્ટ્રોમ કિ.રૂ. ૫૦૦૦/- (૩) નોકીયા કંપનીનો મોડલ મોડલ RM-1190 કિ.રૂ. ૫૦૦/- (૪) સેમસંગ કંપનીનો મોડલ SM-B310E કિ.રૂ.૫૦૦/- (૫) કાર્બન કંપનીનું મોડલ K58 કિ.રૂ. ૫૦૦/- ના કબ્જે કરવામાં આવેલ છે.

મજકુર ત્રણેય આરોપીઓની પુછપરછ કરતા ઉપરોકત તમામ મોબાઇલ તેઓએ શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા એક મોબાઇલ ચોરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુન્હા રજી. નંબર ૮૯/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે. મજકુર ત્રણેય વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથાઙ્ગ પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.

(11:46 am IST)