Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુક્કા બોલાવતી ગરમીઃ તાપમાન ૪૩ નજીક

સવારથી જ આકરો તાપઃ બપોરના સમયે ''લૂ'' ફેંકતા પવનથી રસ્તાઓ સુમસામ

રાજકોટ તા.ર૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી નજીક પહોંચી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.

છેલ્લા થોડા દિવસોથી વહેલી સવારથી જ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગે છે. અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે ''લૂ'' ફેંકતો પવન ફુંકાઇ છે જેના કારણે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળે છે અને ગરમીથી બચવા માટે એસી અને પંખાનો સહારો લે છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન ૩૮ મહત્તમ, ૨૫ લઘુતમ, ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૧.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

શહેર

મહત્તમ તાપમાન

અમદાવાદ

૪૨.૦

ડીસા

૩૯.૪

વડોદરા

૪૧.૪

સુરત

૩૯.૪

રાજકોટ

૪૨.૪

ભાવનગર

૩૯.૧

પોરબંદર

૩૩.૦

વેરાવળ

૩૦.૨

દ્વારકા

૩૦.૯

ઓખા

૩૧.૫

ભુજ

૪૨.૦

નલીયા

૩૫.૪

સુરેન્દ્રનગર

૪ર.૩

ન્યુ કંડલા

૩૫.૧

કંડલા એરપોર્ટ

૩૮.૪

અમરેલી

૪૨.૮

ગાંધીધામ

૪૨.૬

મહુવા

૩૬.૮

દિવ

૩૩.૭

વલસાડ

૩૬.૪

વલ્લભ વિદ્યાનગર

૩૯.૨

 

(11:45 am IST)