Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ગોંડલમાં સની દેવીપૂજક પર ખૂની હુમલો

દડો છોકરાને ન લાગે તેનુ ધ્યાન રાખવાનુ કહેતા હિતેશ સહિત ૭ શખ્સો તૂટી પડયાઃ તમામની ધરપકડ

રાજકોટ, તા. ૨૬ :. ગોંડલમાં નજીવી બાબતે દેવીપૂજક યુવાન પર સાત શખ્સોએ ખૂની હુમલો કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ સાતેય શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભોજરાજપરા, કુંભારવાડા, વિજય ઓઈલ મીલ પાછળ રહેતા સની મનસુખભાઈ દેવીપૂજક (ઉ.વ. ૨૫) પોતાના ઘર બહાર ઓટલા પર સૂતો હતો અને તેની પત્નિ તથા છોકરાઓ તેની બાજુમાં બેઠા હોય આ વખતે ત્યાં જ રહેતા હિતેશ જયંતીભાઈ રાઠોડ, ધમો ઝવેર સહિતના શખ્સો મોટા દડાથી રમતા હોય સનીએ દડો પોતાના છોકરા પાસે ન આવે અને અગાઉ પણ દડો લગાડેલ છે તેવુ હિતેશને બોલાવીને કહેતા હિતેશ તેની સાથેના ધમો, સવા લાભુ મકવાણા, પ્રવીણ લાભુ મકવાણા, અનિલ નાથા, અજય નાથા તથા પુરીબેન આકાશભાઈ સાથે આવી ગેરકાયદેસર મંડળી રચી હોકીથી ખૂની હુમલો કરતા સનીને મોઢા અને જમણા હાથ ઉપર ગંભીર ઈજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

બનાવ અંગે ઈજાગ્રસ્ત સની દેવીપૂજકની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે સાતેય શખ્સો સામે હત્યાની કોશિષ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તુરંત જ તમામ આરોપીની ધરપકડ કરી હતી. વધુ તપાસ પી.આઈ. કે.એન. રામાનુજ ચલાવી રહ્યા છે.

(11:41 am IST)
  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશે : વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. access_time 4:07 pm IST

  • નિરવ - મેહુલના વાહનોની હરરાજી : ૩.૨૯ કરોડ મળ્યા : નીરવ મોદીના ૧૦ અને મેહુલ ચોકસીના ૨ વાહનોની સફળ હરરાજી : પીએમએલએ કોર્ટના આદેશનો સફળ અમલ : ઈ-હરરાજીમાં ૩.૨૯ કરોડ ઉપજ્યા. access_time 3:32 pm IST

  • કાળ ભૈરવના દર્શન કરી નરેન્દ્રભાઇએ ઉમેદવારી પત્ર ભર્યું : વારાણસીમાં દિવાળી જેવો માહોલ access_time 3:04 pm IST